આધાર શું છે

આધાર એક 12 અંકવાળી સંખ્યા છે જેને યુઆઈડીએઆઈ દ્વારા સંપૂર્ણ તપાસ પ્રક્રિયા કર્યા પછી ભારતીય નાગરિકને આપવામાં આવે છે.કોઈપણ ઉંમર અથવા લિંગની વ્યક્તિ જે ભારતની રહેવાસી છે, તે આધાર ક્રમાંક માટે જાતે નોંધ કરી શકે છે.નોંધ કરવા ઈચ્છનાર વ્યક્તિએ સંપૂર્ણપણ મોફત એવી નોંધણી પ્રક્રિયા દરમ્યાન ન્યૂનતમ જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી આપવી જોઈશે.નોંધણી કરાવવા ઈચ્છુક વ્યક્તિએ નોંધણી પ્રક્રિયા દરમિયાન ઓછામાં ઓછી જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી પૂરી પાડવાની રહે છે, જે તદ્દન નિઃશુલ્ક હોય છે. કોઈ પણ વ્યક્તિએ ફક્ત એક જ વાર આધાર માટે નોંધણી કરાવવાની હોય છે અને ડિ-ડુપ્લિકેશન બાદ ફક્ત એક જ આધારનું સર્જન થાય છે, કારણ કે જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડિ-ડુપ્લિકેશનની પ્રક્રિયા દ્વારા અતુલ્યતા સિદ્ધ કરાય છે..

જનસાંખ્યિક માહિતી

નામ, જન્મની તારીખ (ખરાઈ કરેલ) અથવા વય (ઘોષિત), જાતિ, સરનામું, મોબાઈલ નંબર (વૈકલ્પિક) અને ઈમેઈલ આઈડી (વૈકલ્પિક)

બાયૉમેટ્રિક માહિતી

દસ ફિંગરપ્રિન્ટ, બે આંખની કીકીના સ્કેન, અને ચહેરાનો ફોટોગ્રાફ

આધાર ક્રમાંકની ઓનલાઈન, ઓછી ખર્ચાળ પદ્ધતિથી ખરાઈ કરી શકાય છે. તે અતુલ્ય અને અત્યંત તીવ્ર પદ્ધતિ છે જેથી ખોટી અને બનાવટી ઓળખને નાબૂદ કરી શકાય છે અને તેનો સંખ્યાબંધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોના અસરકારક અમલ માટે પાયાગત/પ્રાથમિક ઓળખકર્તા તરીકે ઉપયોગ કરાઈ શકે છે અને આ રીતે પારદર્શિતા અને સારા વહીવટને પ્રોત્સાહિત કરી શકાય છે. વૈશ્વિક સ્તરે પોતાના જેવો આ એકમાત્ર કાર્યક્રમ છે, જેમાં આટલા વ્યાપક સ્તરે લોકોને તદ્દન નિઃશુલ્ક દરે અત્યાધુનિક ડિજિટલ અને ઓનલાઈન આઈડી પૂરું પડાય છે અને તેમાં દેશની અંદર પૂરી પડાતી સેવાની ડિલિવરીનું સમગ્ર માળખું બદલી નાંખવાની ક્ષમતા છે.

આધાર ક્રમાંક એ બૌદ્ધિકતાથી પર છે અને તેમાં લોકોની જ્ઞાતિ, ધર્મ, આવક, આરોગ્ય અને ભૌગોલિકતાના આધારે પ્રોફાઈલ તૈયાર કરાતી નથી. આધાર ક્રમાંક એ ઓળખનો પૂરાવો છે. જો કે, તેમાં કોઈ પણ નાગરિકને આધાર ક્રમાંક ધારકના સ્વરૂપમાં નાગરિકત્વ કે રહેઠાણનો અધિકાર અપાતો નથી.

આધાર એ સામાજિક અને નાણાકીય સમ્મિલિતતા, જાહેર ક્ષેત્રની સેવાની ડિલિવરીમાં સુધારા, સીમાંત રાજકોષીય અંદાજપત્ર માટેનું વ્યૂહાત્મક નીતિગત સાધન છે જેના થકી પ્રજાભિમુક વહીવટને પ્રોત્સાહન મળે છે અને સુવિધા વધે છે. આધારનો ઉપયોગ કાયમી નાણાકીય સરનામા તરીકે થઈ શકે છે અને તેમાં સમાજના કોરાણે ધકેલાયેલા અને નબળા વર્ગના લોકોની નાણાકીય સમ્મિલિતતાની સુવિધા કરાય છે અને આ કારણે જ તે વિતરણાત્મક ન્યાય અને સમાનતા માટેનું સાધન છે. આધાર ઓળખ મંચ એ ‘ડિજિટલ ભારત’ના આધારસ્તંભોમાંનો એક છે જેમાં દેશના નિવાસીને અતુલ્ય ઓળખ પૂરી પડાય છે.આધાર ઓળખ વ્યાસપીઠ એ 'ડિજિટલ ઈન્ડિયા'ના મુખ્ય સ્તંભોમાનું એક છે, જ્યાં તે દેશના દરેક નાગરિકને એક અદ્વિતીય ઓળખ આપે છે.આધાર યોજનાએ અગાઉથી જ સિદ્ધતા પ્રાપ્ત કરી છે અને તે વિશ્વમાં સૌથી મોટી બાયોમેટ્રિક આધારિત ઓળખ સિસ્ટિમ તરીકે ઉદ્ભવી છે..

આધાર ઓળખ મંચ તેના અતુલ્યતા, પ્રમાણભૂતતા, રાજકોષીય સરનામા અને ઈ-કેવાયસીના વારસા થકી ભારત સરકારને વિવિધ સબસિડી, લાભો અને સેવાઓની દેશના દરેક નાગરિક સુધી પ્રત્યક્ષ પહોંચ પૂરી પાડે છે અને તે માટે ફક્ત નિવાસીના આધાર ક્રમાંકનો જ ઉપયોગ કરે છે.