"રજિસ્ટ્રાર" એ યુઆઈડી નંબર માટે કોઈ વ્યક્તિની નોંધણી કરવા માટે યુઆઈડી સત્તાવાળા દ્વારા અધિકૃત અથવા માન્ય એકમ છે. રજિસ્ટ્રાર મુખ્યત્વે રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર ક્ષેત્રના સાહસો તથા અન્ય એજન્સીઓ અને સંસ્થાઓના વિભાગો કે એજન્સીઓ હોય છે, જેઓ તેમના અમુક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અથવા કામગીરીના અમલ માટે સામાન્ય સંજોગોમાં લોકો સાથે સંપર્કમાં રહે છે. આવા રજિસ્ટ્રારના દૃષ્ટાંતોમાં ગ્રામિણ વિકાસ વિભાગ (નરેગા માટે) અથવા નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ (ટીપીડીએસ માટે), વીમા કંપનીઓ જેવી કે જીવન વીમા નિગમ અને બેંકો.
રજિસ્ટ્રાર્સ દ્વારા સીધેસીધી અથવા નોંધણી એજન્સીઓ દ્વારા નિવાસીઓ પાસેથી જનસાંખ્યિક અથવા બાયોમેટ્રિક વિગતોને એકત્ર કરાય છે. યુઆઈડીએઆઈ દ્વારા સઘળી આધાર નોંધણી પ્રક્રિયાના અમલ માટે માપદંડો, પ્રક્રિયાઓ, માર્ગદર્શિકાઓ અને ટેકનોલોજી પ્રણાલિ તૈયાર કરાય છે. રજિસ્ટ્રાર્સ દ્વારા યુઆઈડીએઆઈને આ પ્રક્રિયામાં તેમની સહાય માટે તેના દ્વારા નિર્મિત ઈકોસિસ્ટમનો પણ ઉપયોગ કરાય છે.