મેરા *આધાર#, મેરી પેહચાન
નોંધણી અને અપડેટ

આધાર સેવાઓ

Aadhaar Update

ભારતના દરેક નિવાસીને આધાર નંબર જારી કરવાનો તેમજ નિવાસીઓને કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે પ્રમાણભૂત થઈ શકે તે રીતે પોર્ટેબલ ઓળખ માટે સક્ષમ બનાવવાનો યુઆઈડીએઆઈનો હેતુ છે. આધાર મંચ સર્વિસ પ્રોવાઈડર્સને ઈલેક્ટ્રોનિક માધ્યમે ઓળખ પ્રસ્થાપિત કરવામાં સર્વિસ પ્રોવાઈડર્સને મદદરૂપ થાય છે અને તે પણ સુરક્ષિત અને ઝડપી પદ્ધતિમાં, જેના કારણે આવી સેવાની ડિલિવરી વધુ ઓછી ખર્ચાળ અને કાર્યકુશળ બને છે.

વધારાની સેવાઓનું અનુસરણ આધાર ક્રમાંક ધારકો અને સર્વિસ પ્રોવાઈડર્સ માટે ઉપલબ્ધ છે:

  • આધાર ક્રમાંકની ખરાઈ: આનાથી સર્વિસ પ્રોવાઈડર અને આધાર ક્રમાંક ધારકો એ ખરાઈ કરવા સક્ષમ બનશે કે આધાર ક્રમાંક માન્ય છે અને ડિએક્ટિવેટ થયેલો નથી.
  • ઈમેઈલ /મોબાઈલ નંબરની ખરાઈ: આધાર ક્રમાંક ધારકનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આધાર ઓનલાઈન સેવા તેમજ આધારથી લાગુ કરાયેલ લાભો સુધી પહોંચ મેળવવા આવશ્યક છે. નિવાસીઓ તેમના અગાઉ નોંધાયેલા ઈમેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબરની ખરાઈ કરી શકે છે.
  • બાયોમેટ્રિક્સને લોક/અનલોક કરવા: આધાર નંબર ધારકો તેમના બાયોમેટ્રિક્સને લોક કરીને તેમના બાયોમેટ્રિક્સની પ્રમાણભૂતતાને સુરક્ષિત બનાવી શકે છે. એકવાર લોક થયા બાદ તેનો વધુ પ્રમાણભૂતતા માટે ઉપયોગ કરાઈ શકતો નથી. નિવાસીઓ તેમના બાયોમેટ્રિક્સને કોઈ પણ બાયોમેટ્રિક પ્રમાણભૂતતા વ્યવહાર પહેલાં અનલોક કરી શકે છે.
  • આધાર અને બેંક ખાતાના જોડાણની સ્થિતિ ચકાસવી: આધાર ધારકો એ ચકાસી શકે છે કે તેમનું આધાર તેમના બેંક ખાતા સાથે જોડાયેલું છે કે કેમ. આધાર જોડાણની સ્થિતિને એનપીસીઆઈ સર્વરમાંથી પ્રાપ્ત કરી શકાય છે. કોઈ પણ સંજોગોમાં, યુઆઈડીએઆઈને સ્થિતિ દર્શાવવાની યોગ્યતા માટે જવાબદાર ઠેરવી શકાશે નહીં. તદુપરાંત યુઆઈડીએઆઈ દ્વારા એનપીસીઆઈ સર્વરમાંથી મેળવાયેલી કોઈ પણ માહિતીનો સંગ્રહ કરાતો નથી.
  • આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રીઃ આધાર ક્રમાંક ધારકો તેમણે કરેલા આધાર ઓથેન્ટિકેશનની વિગતો જોઈ શકે છે.