તમારી ગોપનીયતા અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે, UIDAI એ તમારા આધાર નંબરને લૉક અને અનલૉક કરવાની સુવિધા રજૂ કરી છે. તમારો આધાર નંબર લોક કર્યા પછી, આધાર નંબરનો ઉપયોગ કરીને પ્રમાણીકરણ કરી શકાતું નથી. તે કિસ્સામાં તમે પ્રમાણીકરણ કરવા માટે તમારા વર્ચ્યુઅલ ID નો ઉપયોગ કરી શકો છો. આ તમારા આધાર નંબરનો અન્ય કોઈ દ્વારા દુરુપયોગ અટકાવશે. તમારો આધાર નંબર અનલોક કરવાથી પ્રમાણીકરણ માટે આધાર નંબરનો ઉપયોગ ફરી શરૂ થશે."