રજિસ્ટ્રાર્સ

રજિસ્ટ્રાર્સ એ એક એકમ છે જેને વ્યક્તિઓની નોંધણી માટે યુઆઈડીએઆઈ દ્વારા માન્યતા કે અધિકૃતતા અપાયેલી છે. તેઓ એમઓયુ દ્વારા યુઆઈડીએઆઈના ભાગીદાર બનેલા છે અને તેમને ફાળવાયેલી ભૂમિકાઓ અને જવાબદારીઓ માટે જવાબદાર છે. તેઓ મુખ્યત્વે વિવિધ રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો, બેંકો અને જાહેર ક્ષેત્રના એકમો છે જેમણે નિવાસીઓની નોંધણી માટે યુઆઈડીએઆઈ સાથે એમઓયુ કર્યા છે.

રજિસ્ટ્રાર કોણ બની શકે?

એ એક એવું એકમ છે જેની પાસે યુઆઈડી સંખ્યાઓ માટે વ્યક્તિઓની નોંધણીના હેતુ ઓથોરિટી દ્વારા સત્તા અથવા માન્યતા છે. રજિસ્ટ્રાર્સ મુખ્યત્વે એવા વિભાગો અથવા રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર ક્ષેત્રના એકમો તથા અન્ય એજન્સીઓ અને સંસ્થાઓ છે જે નિવાસીઓ સાથે અમલના સામાન્ય સંજોગોમાં તેમના કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અથવા અભિયાનો વિશે વાતચીત કરે છે. આવા રજિસ્ટ્રારના દૃષ્ટાંતોમાં ગ્રામીણ વિકાસ વિભાગ (નરેગા માટે) અથવા નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ (ટીપીડીએસ માટે), વીમા કંપનીઓ જેવી કે જીવન વીમા નિગમ અને બેંકોનો સમાવેશ થાય છે.

રજિસ્ટ્રાર કેવી રીતે બનવું?

આ તબક્કે યુઆઈડીએઆઈ મુખ્યત્વે રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડાય છે. યુઆઈડીએઆઈ દ્વારા દરેક રજિસ્ટ્રાર સાથે એમઓયુ કરાય છે જ્યાં નિયમો અને જવાબદારીઓ નિર્ધારિત કરાય છે અને તેનું પાલન કરાય છે. એમઓયુ પર હસ્તાક્ષર થવાથી રજિસ્ટ્રારને તેમની જાતે અથવા નોંધણી એજન્સીઓની પસંદગી કરીને નિવાસીની નોંધણી આરંભવાની અનુમતિ મળે છે.

સરકારી અને બિન-સરકારી રજિસ્ટ્રાર્સ

રાજ્ય સરકાર /કેન્દ્રશાસિત પ્રદેશની એજન્સીઓ કે જેઓ યુઆઈડીએઆઈ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કરે છે તેઓ સરકારી રજિસ્ટ્રાર કહેવાય. તમામ બેંકો અને જાહેર ક્ષેત્રના એકમો કે જેઓ એમઓયુ પર હસ્તાક્ષર કરે છે તે બિન સરકારી રજિસ્ટ્રાર તરીકે હસ્તાક્ષર કરે છે.

રજિસ્ટ્રારની ભૂમિકા અને જવાબદારીઓ

 • યુઆઈડીએઆઈ સાથે ભાગીદારી અને નોંધણી પ્રક્રિયાના અમલમાં યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત ઈકોસિસ્ટમ
 • યુઆઈડીએઆઈ દ્વારા પૂરા પડાયેલા સોફ્ટવેરનો જ ઉપયોગ કરવો, જેમાં દરેક નોંધણી સામે નોંદણઈ પેકેટના ભાગને ઓડિટ ડેટા કેપ્ચર કરવાની જોગવાઈ રહેશે/ ગ્રાહક, ઓપરેટર, સુપરવાઈઝર, નોંધણી એજન્સી, રજિસ્ટ્રાર અને અન્ય કોઈ પણ માહિતીની નોંધણીને ટ્રેસ કરવા માટે અપડેટ રહેશે.
 • કમ્પ્યૂટર, પ્રિન્ટર, બાયોમેટ્રિક સાધન તથા અન્ય એસેસરીઝ જેવા સાધનો સમયાંતરે સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત કરાયેલા માપદંડ મૂજબની રહેશે.
 • નોંધણી માટે ઉપયોગમાં લેવાતા બાયોમેટ્રિક ઉપકરણો યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત માપદંડો મુજબના તેમજ સત્તાવાળાઓએ નિર્ધારિત કરેલી પ્રક્રિયા હેઠળ સર્ટિફાય થયેલા હોવા જોઈએ.
 • નિવાસીની નોંધણી માટે નોંધણી એજન્સીઓને જોતરવી, એજન્સીઓની તાલીમ હાથ ધરવી અને નિયમિત નિરીક્ષણ કરવું.
 • એ સુનિશ્ચિત કરવું કે યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત માપદંડોનું ટેકનોલોજી, ઉપકરણો અને તાલીમ, જાગૃતિ નિર્માણ, નોંધણી, પ્રમાણભૂતતા વગેરે પ્રક્રિયાઓના સંદર્ભમાં અનુસરણ કરાય છે.
 • રજિસ્ટ્રારે તેમની જાતે અથવા તેમની સાથે કરારબદ્ધ નોંધણી એજન્સીઓ દ્વારા નિવાસીની નોંધણી કરવાની રહેશે. રજિસ્ટ્રાર્સ પાસે પેનલમાં નોંધાયેલી નોંધણી એજન્સીઓ કે પછી આવી એજન્સીઓ સાથે કરાર કરવાની તેમની પોતાની પ્રણાલિનું અનુસરણ કરીને તેમને અનુકૂળ અન્ય કોઈ એજન્સી સાથે કરાર કરવાનો વિકલ્પ રહેશે.
 • એ સુનિશ્ચિત કરવું કે ફક્ત સુરક્ષિત એફટીપી ચેનલનો જ ઉપયોગ કરીને નિર્ધારિત સમય મર્યાદામાં સીઆઈડીઆરમાં તમામ નોંધણી પેકેટ્સને તબદિલ કરવામાં આવે.
 • આ ગાળામાં એકત્રિત ડેટા માટે સંલગ્ન સુરક્ષા રક્ષણ સુનિશ્ચિત કરવું, સહાયક દસ્તાવેજોની સુરક્ષિત નકલો જાળવી રાખવી અને જરૂર પડ્યે યુઆઈડીએઆઈને પહોંચ પૂરી પાડવી.
 • નાગરિકી સામાજિક સંગઠનો તેમજ અન્ય વ્યાપ ધરાવતા જૂથો સાથે ભાગીદારી કરવી જેથી સીમાંત નિવાસીઓની મહત્તમ નોંધણી થઈ શકે.
 • તકરાર નિવારણ માટે પ્રક્રિયા સ્થાપિત કરવી, ઈએ કામગીરીનું નિરીક્ષણ વગેરે યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત અનુસાર કરવું, તકરારના સંજોગોમાં તેના ઉકેલ માટે યુઆઈડીએઆઈને સહાય પૂરી પાડવી

રજિસ્ટ્રાર ઓનબોર્ડિંગ દસ્તાવેજો

યુઆઈડીએઆઈ પાસે દસ્તાવેજોના ઓનબોર્ડિંગ માટે સુ-વ્યાખ્યાઈત પ્રક્રિયા છે અને તેમાં રજિસ્ટ્રાર્સ માટે દસ્તાવેજોનો સેટ અસ્તિત્ત્વમાં છે જેથી તેમને નોંધણી પ્રક્રિયામાં સહાય મળે. રજિસ્ટ્રારને સંલગ્ન તમામ દસ્તાવેજોને અપડેટ કરાશે અને સંદર્ભ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવાશે. ઓનબોર્ડ કરેલા રજિસ્ટ્રારની મંજૂર કરાયેલી યાદી અને સંલગ્ન એમઓયુ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

રજિસ્ટ્રારે પસંદ કરાયેલા ક્ષેત્રમાં નિવાસીઓની નોંધણીને આવરી લેવા એક વ્યૂહ નિર્ધારિત કરવો જરૂરી છે જેના માટે આરએફક્યૂ/આરએફપી મોડેલ દ્વારા ઈએની પસંદગી કરાશે. યુઆઈડીએઆઈ પાસે પેનલબદ્ધ એજન્સીની યાદી છે જેની ટેકનિકલ અને નાણાકીય પ્રોફાઈલની ટેકનિકલ સમિતિ દ્વારા ખરાઈ કરાઈ છે અને જે નોંધણી શરૂ કરવા માટે તૈયાર છે.

ઈએની પસંદગી માટે આદર્શ આરએફક્યૂને સંદર્ભ દસ્તાવેજ તરીકે યુઆઈડીએઆઈ દ્વારા વિકસાવાયેલ છે અને તે વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ દસ્તાવેજને રજિસ્ટ્રાર અને ભૌગોલિક પરિસ્થિતિની જરૂરિયાત અનુસાર સુધારવો બને છે જેમાં રજિસ્ટ્રાર નોંધણીની શરૂઆત કરવા ધારે છે.

રજિસ્ટ્રારે નીચેના માપદંડને આધિન રહીને ઈએની પસંદગી કરવાની રહે છે

 • ટેકનિકલ અને નાણાકીય ક્ષમતા
 • નોંધણીનો જથ્થો
 • વિસ્તારમાં નોંધણી પ્રક્રિયાનું પરિશિષ્ટ
 • ડેટાની નોંધણી જરૂરિયાત અને
 • નોંધણી માળખાની જોગવાઈ

સમ્મિલિતતામાં રજિસ્ટ્રારની ભૂમિકા

મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, વિકલાંગો, અકુશળ અને અસંગઠિત ક્ષેત્રના કામદારો, વિચરતી જાતિઓ અથવા તો જેમની પાસે કાયમી નિવાસ ઘર નથી તેવા અન્ય લોકો અને આવી કેટેગરીના લોકોની નોંધણી માટે રજિસ્ટ્રારે ખાસ પગલાં ભરવાં પડશે.

જે લોકો પાસે તેમની ઓળખ પૂરવાર કરવા કોઈ દસ્તાવેજ નથી તેવા અન્ય વર્ગના નિવાસીઓ અને યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત એક યા વધુ સહાયક દસ્તાવેજો સુધી જે લોકોની પહોંચ છે તેવા લોકોના શોષણનો ભોગ બનેલા સમૂહો/કોરાણે ધકેલાયેલા લોકોની તમામ કેટેગરીને સામેલ કરવા રજિસ્ટ્રાર સમક્ષ જોગવાઈ હોવી જોઈએ.

રજિસ્ટ્રાર પાસે જ્યાં ફક્ત મહિલાઓની નોંધણી કરવાની છે તેવી સંસ્થાઓ ખાતે મહિલા ઓપરેટરની રજિસ્ટ્રારે જોગવાઈ કરવાની રહેશે. રજિસ્ટ્રારે હોસ્પિટલ જેવા સ્થળોએ નવજાત શિશુઓની નોંધણી કરવાની જોગવાઈ પણ કરવી પડે.

રજિસ્ટ્રાર પ્રવૃત્તિઓ

જેના પગલે રજિસ્ટ્રાર સામેલ નહીં પ્રવૃત્તિઓ છે

 • નોંધણી એજન્સીઓને સાંકળવી
 • નોંધણીનું નિરીક્ષણ અને તાલીમ હાથ ધરવા
 • પ્રોસેસિંગ માટે સીઆઈડીઆરને નોંધણી પેકેટ્સની તબદિલી
 • ડીએમએસ સ્વરૂપમાં નોંધણી દસ્તાવેજો સુપરત કરવા (દસ્તાવેજ સંચાલન પ્રણાલિ)
 • નોંધણી દરમિયાન એકત્રિત દસ્તાવેજોની ખરાઈ
 • બેઠકોમાં હાજરી અને પ્રક્રિયા સાથે અપડેટ થવું