યુઆઈડીએઆઈ ઓથોરિટીની રચના

શ્રી જે સત્યનારાયણ
ચેરમેન (પાર્ટ-ટાઈમ), યુઆઈડીએઆઈશ્રી જે સત્યનારાયણ, નિવૃત્ત આઈએએસ (1977, આંધ્રપ્રદેશ કેડર) યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (યુઆઈડીએઆઈ) પાર્ટ-ટાઈમ ચેરમેન છે.
શ્રી સત્યનારાયણ પ્રશાસનનો ચાર દાયકાનો વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં સચિવ તરીકે 2012-14 દરમિયાન ફરજ બજાવીને નિવૃત્ત થયા છે. તેઓ રાજકીય નેતાઓ અને નીતિ ઘડનારાઓને ઈ-ગવર્નન્સના સિદ્ધાંત અને વિશયમાં તાલિમ આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

ડૉ.આનંદ દેશપાંડે
સભ્ય (પાર્ટ-ટાઈમ), યુઆઈડીએઆઈશ્રી આનંદ દેશપાંડેની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (યુઆઈડીએઆઈ)ના પાર્ટ-ટાઈમ સભ્ય તરીકે વરણી થઈ છે.
ડૉ. આનંદ દેશપાંડે, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે, જેમણે આઈઆઈટી, ખડગપુરથી કમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિ.માં બી.ટેક. (ઓનર્સ) અને ઈન્ડિયાના યુનિવર્સિટી, બ્લુમિંગ્ટન, ઈન્ડિયાના, યુએસએમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં એમ.એસ. અને પીએચ.ડી. કર્યું છે. તેઓ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સની 1990માં સ્થાપના થઈ ત્યારથી તેના ચાલકબળ રહ્યા છે જેના થકી આજે તે વૈશ્વિક કંપની બની શકી છે.

ડૉ.અજય ભૂષણ પાંડે
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(સીઈઓ), યુઆઈડીએઆઈડૉ. અજય ભૂષણ પાંડે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (યુઆઈડીએઆઈ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) છે અને ભારતમાં આધારની 2010માં સ્થાપના થઈ ત્યારથી તેની દોરવણી કરી રહ્યા છે. છેલ્લા છ વર્ષમાં તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારો, બેંકો, ઓઈલ કંપનીઓ તથા અન્ય હિતધારકો સાથે નિકટતાથી જોડાયેલા રહ્યા છે જેથી આધાર મંચનો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સ, નાણાકીય સમ્મિલિતતા, અને ઈ-ગવર્નન્સ જેવા કાર્યક્રમોમાં ઉપયોગ કરી શકાય. તેઓ ભારતીય સનદી સેવાના અધિકારી છે અને ભારત સરકારમાં વિવિધ વિભાગોનો 30 વર્ષનો અનુભવ ધરાવે છે.
ડૉ. પાંડે આઈઆઈટી કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્નાતક છે. તેઓ 1998માં યુનિવર્સિટી ઓફ મિનેસોટામાંથી કમ્પ્યૂટર સાયન્સમાં એમએસ અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી ચૂક્યા છે. 2009માં તેમને પોતાની વ્યાવસાયિક કારકિર્દીમાં અતુલ્ય નેતૃત્ત્વની ક્ષમતા બદલ યુનિવર્સિટી ઓફ મિનેસોટા તરફથી ડિસ્ટિંગ્વિશ્ડ લીડરશીપ એવોર્ડ ફોર ઈનેટરનેશનલ્સનો એવોર્ડ એનાયત કરાયો છે.