ગોપનીયતાનીતિ

સાઈટ મુલાકાત ડેટા

યુઆઈડીએઆઈ વેબસાઈટ તમારી પાસેથી કોઈ પણ માહિતી (જેવી કે નામ, ફોન નંબર અથવા ઈ-મેઈલ એડ્રેસ) આપમેળે કેપ્ચર કરતી નથી, જેને લીધે અમે તમને વ્યક્તિગત રીતે ઓળખી શકીએ છીએ.

આ વેબસાઈટ તમારી મુલાકાતને રેકોર્ડ કરે છે અને આંકડાકીય હેતુઓ માટે ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) એડ્રેસ, ડોમેઈન નેમ, સર્વરનું એડ્રેસ, ટોપ-લેવલ ડોમેઈન કે જ્યાંથી તમે ઈન્ટરનેટ સુધી પહોંચ મેળવો છો (દા.ત. .gov, .com, .in,વગેરે), બ્રાઉઝર પ્રકાર, તમે પહોંચ મેળવી છે તે પેજીસ, ડાઉનલોડ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અને અગાઉનું ઈન્ટરનેટ એડ્રેસ કે જ્યાંથી તમે સાઈટ પર સીધેસીધા લિંક થયા છો તેના જેવી માહિતીને લોગ કરે છે. અમારી સાઈટને નુકસાન પહોંચાડવાનો હેતુ જણાયો હોય તે સિવાયના સંજોગોમાં અમારી સાઈટની મુલાકાત લેતી વ્યક્તિઓની ઓળખ અને આ સરનામાં સાથે લિંક કરવાનો અમે કોઈ પ્રયાસ કરતા નથી. સર્વિસ પ્રોવાઈડરના લોગ્સને ચકાસવા કાયદાનું પાલન કરાવનારી કોઈ એજન્સી ઈચ્છે તે સિવાયના સંજોગોમાં અમે કોઈ પણ યુઝર કે તેમની બ્રાઉઝિંગ પ્રવૃત્તિઓને ઓળખતા નથી.

યુઆઈડીએઆઈ વેબસાઈટ તમને અંગત માહિતી પૂરી પાડવાની વિનંતી કરે છે, તો તમને એ ચોક્કસ હેતુ વિશે જાણ કરાશે જેના માટે આ માહિતી એકત્રિત કરાય છે અને તમારી અંગત માહિતીના રક્ષણ માટે સલામતીના પૂરતાં પગલાં ભરાશે. યુઆઈડીએઆઈ વેબસાઈટ પર સ્વૈચ્છિક રીતે અપાયેલી કોઈ પણ વ્યક્તિગત ઓળખપાત્ર માહિતીને યુઆઈડીએઆઈ કોઈ પણ ત્રાહિત પક્ષકારને (જાહેર/ખાનગી) વેચતી કે વહેંચતી નથી. આ વેબસાઈટને પૂરી પડાયેલી કોઈ પણ માહિતીનું નુકસાન, દુરુપયોગ, અનધિકૃત પહોંચ કે ઘોષણા, ફેરફાર કે નષ્ટ કરવા સામે રક્ષણ કરાશે.

કૂકીઝ

કૂકી એ એક સોફટવેર કોડનો ભાગ છે જ્યારે તમે આ સાઇટની માહિતીની પહોંચ (એકસેસ) મેળવોત્યારે ઇન્ટરનેટ વેબસાઇટ તમારા બ્રાઉઝર પર માહિતી મોકલે છે. આ સાઇટ કુકીસનો ઉપયોગ કરતી નથી.

ઇ-મેઇલ વ્યગવસ્થાન

તમે સંદેશો મોકલવાનું પસંદ કરો તો જ તમારું ઇ-મેઇલ એડ્રેસ નોંધવામાં આવશે. તેનો(ઇ-મેઇલ એડ્રેસનો) ઉપયોગ તમે જે હેતુ માટે આપ્યુંમ હોય તે માટે જ થશે. ટપાલ યાદીમાં તેમાં ઉમેરો કરવામાં નહિ આવે. તમારા ઇ-મેઇલ એડ્રેસનો બીજા કોઇ હેતુ માટે ઉપયોગ કરવામાં નહિ આવે અને તમારી સંમતિ સિવાય તે કોઇને જાહેર કરવામાં નહીં આવે.

વ્યક્તિગત માહિતી સંગ્રહ

તમને બીજી કોઇ અંગત માહિતી માટે પૂછવામાં આવે, અને તમે તેને પૂરી પાડવાનું પસંદ કર્યું હશે તો તેનો કેવી રીતે ઉપયોગ કરાશે તેની તમને જાણ કરાશે. કોઈ પણ સમયે તમને એવું લાગે કે આ ગોપનીયતાના નિવેદનમાં દર્શાવેલા સિદ્ધાંતોનો અમલ થતો નથી અથવા આ સિદ્ધાંતો વિશે તમારે કોઈ ટિપ્પણી કરવી હોય, તો ‘Contact Us page’ મારફતે તેની વેબ માસ્ટીરનેજાણ કરો.

નોંધ: આ ખાનગીપણાના નિવેદનમાં ‘અંગત માહિતી’ શબ્દ.નો ઉપયોગ, જેનાથી તમારી ઓળખ દેખીતી છતી થાય અથવા યોગ્યમ રીતે તેની ખાતરી કરી શકાય તે છે.

વાજબી સુરક્ષા પ્રણાલિઓ

વહીવટી, ટેકનિકલ, કામગીરી અને ભૌતિક નિયંત્રણો સહિતનાં વાજબી સુરક્ષાના પગલાંનો કોઈ પણ એકત્રિત કરાયેલી અંગત માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમલ કરાયો છે.