આધાર ડેટા અપડેટ

નોંધાયેલ મોબાઇલ નંબર

આધાર ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માટે નોંધાયેલ મોબાઇલ નંબર આવશ્યક છે

તમે લેટેસ્ટ આધાર અપડેટ વેળાએ અથવા નોંધણીના સમયે ઘોષિત કરાયેલા તમારા મોબાઈલ નંબરને વેરિફાય કરી શકો છો.

જો તમે આધારની નોંધણી દરમિયાન તમારો મોબાઈલ નંબર નોંધાવ્યો ન હોય, તો તમને તેની નોંધણી માટે પર્માનેન્ટ એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લેવા વિનંતી છે.

સરકારી અને બિન-સરકારી સેવાઓ, સબસિડી લાભો, પેન્શન, શિષ્યવૃત્તિ, સામાજિક લાભો, બેન્કિંગ સેવાઓ, વીમા સેવાઓ, ટેક્સની સેવાઓ, શિક્ષણ, રોજગાર, આરોગ્ય વગેરે જેવી વિવિધ સેવાઓ માટે આધારને લાગુ કરવા માટે એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે સીઆઈડીઆરમાં સંગ્રહિત કરાયેલો નિવાસીનો આધાર ડેટા સચોટ અને અપ-ટુ-ડેટ હોય.

જનસાંખ્યિક ડેટા અપડેટ, તેની જરૂર આમાંથી ઉદભવી શકે:

  • લગ્ન જેવા જીવનમાં આવનારા પરિવર્તનની ઘટનાઓથી કોઈ નિવાસીએ તેના નામ અને સરનામા જેવી પાયાગત જનસાંખ્યિક વિગતો બદલવી પડી શકે છે. નવા સ્થળે હિજરત કરવાને લીધે પણ સરનામું અને મોબાઈલ નંબર બદલાઈ શકે છે. લગ્ન, મરણ વગેરે જેવી ઘટનાઓને કારણે પણ નિવાસીઓ તેમના સંબંધીઓની વિગતોમાં ફેરફાર કરાવવા ઈચ્છી શકે છે. તદુપરાંત નિવાસીઓ પાસે તેમના મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ વગેરેને બદલવાના અન્ય અંગત કારણો પણ હોઈ શકે છે.
  • વિવિધ સેવા ડિલિવરી મંચમાં ફેરફારને કારણે પણ નિવાસીઓએ તેમના ઘોષણાપત્રની સેવામાં ફેરફાર કરવો પડી શકે છે જેના કારણે સીઆઈડીઆરમાં મોબાઈલ નંબર ઉમેરવો પડી શકે છે.
  • નોંધણી પ્રક્રિયા દરમિયાન કરાયેલી ભૂલો જેમાં નિવાસીના જનસાંખ્યિક ડેટાને ખોટી કે ક્ષતિપૂર્ણ રીતે એકત્રિત કરાયો હોય. “જન્મતારીખ/ઉંમર” અને “જાતિ” ખાનામાં થયેલા ફેરફારો મુખ્યત્વે નોંધણીની ક્ષતિઓને કારણે થયેલા હોઈ શકે છે.
  • કોઈ નિવાસી ભારતમાં ગમેત્યાં નોંધણી કરાવી શકે છે અને આ કારણે એવું બની શકે કે "A" ભાષા બોલનાર વ્યક્તિની નોંધણી "B" ભાષાના જાણકાર ઓપરેટર દ્વારા કરાઈ હોય અને તેના પરિણામે નોંધણીમાં નિવાસીની સ્થાનિક ભાષા "B" હોય. પાછળથી નિવાસી તેની નોંધણીની સ્થાનિક ભાષાને તેની મરજી મુજબ બદલવા ઈચ્છી શકે છે. આમ થાય તો સઘળી જનસાંખ્યિક માહિતી કે જેને આધારપત્ર પર પ્રિન્ટ કરાઈ હોય તેને નવી સ્થાનિક ભાષામાં અપડેટ કરવી જરૂરી બને છે.
  • યુઆઈડીએઆઈ દ્વારા પીઓઆઈ, પીઓએ અને નોંધણી/અપડેટના સમયે એકત્રિત કરાયેલા અન્ય દસ્તાવેજોની ઉપલબ્ધતા અને તેની ગુણવત્તાને પણ નિશ્ચિત કરી શકે છે અને તેના આધારે નિવાસીને તેની જનસાંખ્યિક માહિતી અપડેટ કરીને જરૂરી પૂરાવા રજૂ કરવા જણાવી શકે છે.

બાયોમેટ્રિક અપડેટ, તેની જરૂર આમાંથી ઉદભવી શકે છે:

  • ઉંમર બાળકની નોંધણી કરાવવી જોઈએ જ્યારે તેની વય 5 વર્ષની થાય અને તમામ બાયોમેટ્રિક ડેટા પણ પૂરો પડાવો જોઈએ. આ તબક્કે બાળક માટે ડિ-ડુપ્લિકેશન કરાવું જોઈએ. આ વિનંતીને નવી નોંધણી વિનંતીની સમકક્ષ ગણવામાં આવશે જ્યારે તે અસલ આધાર ક્રમાંકને જાળવશે.
  • નોંધણીના સમયે 5 અને 15 વર્ષ વચ્ચેની વય– કોઈ નિવાસી 15 વર્ષની વયે પહોંચે ત્યારે સઘળી બાયોમેટ્રિક્સ વિગતો અપડેટ માટે આપવી જોઈએ.
  • વય >15 વર્ષ નોંધણીના સમયે– નિવાસીઓને દર 10 વર્ષે તેમના બાયોમેટ્રિક ડેટાને અપડેટ કરાવવાની ભલામણ કરાય છે.
  • અકસ્માત અથવા રોગને કારણે બાયોમેટ્રિકમાં અપવાદ થાય
  • આધાર પ્રમાણભૂતતા સેવા વ્યાપક બની રહી હોવાથી નિવાસીઓ પણ બાયોમેટ્રિક અપડેટ્સ માટે પહેલ કરી શકે છે કારણ કે પ્રમાણભૂતતા નિષ્ફળ થવાથી (ખોટી રીતે નકારાય- જેમાં કોઈ સાચા નિવાસીનો માન્ય આધાર ક્રમાંક ખોટી રીતે નકારાઈ શકે છે) ખોટો બાયોમેટ્રિક કેપ્ચર થઈ શકે છે અથવા નબળી બાયોમેટ્રિક ગુણવત્તા નોંધણીના સમયે કેપ્ચર થઈ શકે છે. ટેકનોલોજી સુધરતા હવે સીઆઈડીઆરમાં વધુ સારા ગુણવત્તાસભર બાયોમેટ્રિક્સને કેપ્ચર કરવા શક્ય બન્યા છે.
  • યુઆઈડીએઆઈ નોંધણી/અપડેટ દરમિયાન કેપ્ચર કરાયેલા બાયોમેટ્રિકની ગુણવત્તાની ખરાઈ કરી શકે છે અને ટોચમર્યાદા નિર્ધારિત કરે છે. જે નિવાસીઓના બાયોમેટ્રિક્સ નિર્ધારિત ટોચમર્યાદાથી નીચા હોય તેના સ્તરની ઘોષણા બાયોમેટ્રિક્સને અપડેટ કરવા યુઆઈડીએઆઈ દ્વારા નોટિફાય કરાઈ શકે છે.

આધાર વિગતો કે જેને અપડેટ કરાઈ શકે છે તે છે:

જનસાંખ્યિક માહિતી

નામ, સરનામું, જન્મની તારીખ/વય, જાતિ, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ, સંબંધનો દરજ્જો અને માહિતીવહેંચણીની સંમતિ

બાયોમેટ્રિક માહિતી

આઈરિસ, ફિંગરપ્રિન્ટ્સ, ચહેરાની તસવીર

યુઆઈડીએઆઈ અપડેટની પ્રક્રિયામાં પીઓઆઈ (ઓળખનો પૂરાવો) વિસ્તૃત રેન્જ અને પીઓએ (સરનામાનો પૂરાવો) દસ્તાવેજને સ્વીકરવામાં આવે છે. કૃપા કરીને દસ્તાવેજોની રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય યાદી માટે અહીં ક્લિક કરો.

અપડેટના માધ્યમો

 

1.ઓનલાઈન પોર્ટલ દ્વારા

સ્વ-સેવા ઓનલાઈન માધ્યમ નિવાસીઓને જનસાંખ્યિક અપડેટ પૂરા પાડે છે જ્યાં નિવાસીઓ પોર્ટલપર સીધેસીધી વિનંતીને અપડેટ કરી શકે છે. નિવાસીના નોંધાયેલા મોબાઈલ નંબર અને આધાર ક્રમાંકની પોર્ટલમાં લોગિન થવા જરૂર પડશે. નિવાસી પોતાના નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપીનો ઉપયોગ કરીને પ્રમાણભૂતતા આપી શકે છે. અપડેટની પ્રક્રિયાને પરિપૂર્ણ કરવા નિવાસીએ સહાયક પીઓઆઈ/પીઓએ દસ્તાવેજનેઅપલોડ કરવા પડશે, જેની યુઆઈડીએઆઈની અપડેટ બેક-ઓફિસે ખરાઈ કરનાર દ્વારા પાછળથી વિનંતી કરાયેલા ડેટા સામે ખરાઈ થઈ શકે છે. નિવાસીએ આ સેવાનો ઉપયોગ કરવો હોય તો તેનો મોબાઈલ નંબર આધાર સાથે નોંધાયેલો હોવો જરૂરી છે.

Using self-service Update Portal for online Aadhaar Data Update: Step 1 - Login to SSUP portal using Aadhaar and OTP, Step 2 - Select the fields to be updated, Step 3 - Fill the data in the selected fields, Step 4 - Submit the form & URN will be generated, Step 5 - Select the BPO for review of update, Step 6 - Attach original scanned copy of the support document, Step 7 - Using the URN check Aadhaar update status

2. સહાયભૂત માધ્યમ (નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને)

આ એ માધ્યમો છે જ્યાં નિવાસીઓ નોંધણી/સુધારા કેન્દ્ર ખાતે ઓપરેટરની મદદથી સુધારા વિનંતી મોકલે છે. આવા સંજોગોમાં દસ્તાવેજી પૂરાવાને ઓપરેટર દ્વારા વિનંતી સ્વીકારવાના સમયે એકત્રિત કરાય છે. દસ્તાવેજની ખરાઈની વિનંતી મોકલવાના સમયે ખરાઈ કરનારા દ્વારા દસ્તાવેજની ખરાઈ કરાઈ શકે છે. યુઆઈડીએઆઈએ હાલ સહાયક અપડેટ્સ માટેના ત્રણ માધ્યમો નિર્ધારિત કર્યા છે:

a. ગ્રાહક માપદંડોમાં અપડેટ

ખાના: તમામ બાયોમેટ્રિક અને જનસાંખ્યિક ખાના તેમજ સ્થાનિક ભાષાને સુધારી શકાય છે.

ઓળખની પ્રમાણભૂતતા: બેક-એન્ડ ખાતે બાયોમેટ્રિક ચકાસણી.

દસ્તાવેજની ખરાઈ

  • દસ્તાવેજની ખરાઈ એ ખાના માટે કરાઈ શકે છે જેમાં દસ્તાવેજી પૂરાવાની જરૂર રહે છે..
  • યુઆઈડીએઆઈ/રજિસ્ટ્રાર દ્વારા નિમાયેલા ખરાઈ કરનાર દ્વારા નોંધણી/સુધારા કેન્દ્ર ખાતે ખરાઈ કરાઈ શકે છે.
  • ખરાઈની પ્રક્રિયાનું અનુસરણ નોંધણી પ્રક્રિયા દરમિયાન અનુસરાતી ડીડીએસવીપી સમિતિની ભલામણો મુજબનું થવું જોઈએ.

ફોર્મ ભરવું અને એકનોલેજમેન્ટ

  • નિવાસીની વિનંતી અનુસાર ઓપરેટર દ્વારા ગ્રાહકને અપડેટ કરાય છે. જોડણી, ભાષાના મુદ્દા, ટ્રાન્સલિટરેશન વગેરેનું સંચાલન કરે છે. ઓપરેટર દરેક અપડેટની વિનંતી સામે બાયોમેટ્રિક સાઈન ઓફ પૂરા પાડશે.

નિવાસીને અપડેટ વિનંતી ક્રમાંક (યુઆરએન) સાથે એકનોલેજમેન્ટ રસીદ મળે છે જેને ટ્રેક કરી શકાય છે.

Biometric Update Process: Step 1 - Filling Application Form, Step 2 - Manual Verification of proof, Step 3 - Entry of Data into client software by operator, Step 4 - Biometric Authentication by Resident, Step 5 - Operator & Supervisor's Confirmation, Step 6 - Acknowledgement of Receipt

b.અપડેટ ગ્રાહક લાઈટ (યુસીએલ)

ખાનાઃ તમામ જનસાંખ્યિક ખાના અને તસવીરો તેમજ સ્થાનિક ભાષાને અપડેટ કરી શકાય છે.

રજિસ્ટ્રાર/ એયુએ: તમામ રજિસ્ટ્રાર અને કેયુએ

ઓળખ પ્રમાણભૂતતા: નિવાસીની બાયોમેટ્રિક પ્રમાણભૂતતા.

દસ્તાવેજની ખરાઈ

  • એ ખાના માટે ખરાઈ કરાય છે જેને દસ્તાવેજી પૂરાવાની જરૂર છે.
  • નોંધણી/અપડેટ કેન્દ્ર ખાતે હાજર યુઆઈડીએઆઈ દ્વારા નિમાયેલા વેરિફાયર/રજિસ્ટ્રાર દ્વારા ખરાઈ કરાય છે.
  • ખરાઈની પ્રક્રિયાનું અનુસરણ નોંધણી પ્રક્રિયા દરમિયાન અનુસરાતી ડીડીએસવીપી સમિતિની ભલામણો મુજબનું થવું જોઈએ.

ફોર્મ ભરવું અને એકનોલેજમેન્ટ

  • નિવાસીની વિનંતી અનુસાર ઓપરેટર દ્વારા ગ્રાહકને અપડેટ કરાય છે. નિવાસીને અપડેટ વિનંતી ક્રમાંક (યુઆરએન) સાથે એકનોલેજમેન્ટ રસીદ મળે છે જેને ટ્રેક કરી શકાય છે. ઓપરેટર દરેક અપડેટની વિનંતી સામે બાયોમેટ્રિક સાઈન ઓફ પૂરા પાડશે.

c. એયુએ પોઈન્ટ ઓફ પ્રેઝન્સ દ્વારા અપડેટ

આ માધ્યમનો ઉપયોગ ચુનંદા રજિસ્ટ્રાર દ્વારા કરાશે જે એયુએ પણ બનશે. યુઆઈડીએઆઈ અપડેટ માટે અરજી/એપીઆઈ પૂરા પાડી શકે છે. રજિસ્ટ્રાર્સ કે જેમની આવા અપડેટ્સ માટે પસંદગી કરાઈ છે તેઓ ચોક્કસ જનસાંખ્યિક ખાનાના સંચાલન અને/અથવા એકત્રીકરણ/સર્જન/પ્રાપ્તિ માટે જાણીતા રજિસ્ટ્રાર રહેશે અને આવા ડેટાના તેઓ કસ્ટોડિયન પણ રહેશે.

ખાના: જનસાંખ્યિક ખાના

ઓળખ પ્રમાણભૂતતા: એયુએ ઉપકરણ પર નિવાસીની બાયોમેટ્રિક પ્રમાણભૂતતા માટે, યુઆઈડીએઆઈ જરૂર પડ્યે અન્ય/વધારાના પ્રમાણભૂતતા પરિબળોનો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ સ્વરૂપે મોબાઈલ ઓટીપી માટે, આ માધ્યમથી અપડેટ વિનંતી પ્રાપ્ત કરવી.

ઓપરેટર દરેક અપડેટ વિનંતી સામે બાયોમેટ્રિક સાઈનઓફ પૂરા પાડશે. આ રીતે તેઓ પાસે આધાર હોવું ફરજિયાત છે. યુઆઈડીએઆઈના પ્રમાણભૂતતા માપદંડો ઉપયોગ કરાતા સાધનો માટે લાગુ પડશે.

દસ્તાવેજની ખરાઈ: યુઆઈડીએઆઈ દ્વારા રજિસ્ટ્રારની ખરાઈ પ્રક્રિયા અને નિવાસી પ્રમાણભૂતતા પર આધારિત અપડેટ સ્વીકારાશે. ઓડિટ હેતુઓ માટે ઈલેક્ટ્રોનિક/સ્કેન કરેલી દસ્તાવેજ નકલોને ઓનલાઈન સ્વીકારાશે. આ દસ્તાવેજ નકલોને દરેક નિવાસી વિનંતી સાથે કેપ્ચર કરીને પ્રાપ્ત કરાશે અથવા તો રજિસ્ટ્રાર દ્વારા અપડેટ વિનંતી ક્રમાંકો, તારીખ અને સમયની સામે બેચિસમાં ઉપલબ્ધ કરાવાશે.

ફોર્મ ભરવું અને એકનોલેજમેન્ટ