આધાર લૉગો

કન્સેપ્ટ અને લોગો

આધાર એ અગાઉના યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (યુઆઈડી)નું બ્રાન્ડનેમછે. યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાનારા અતુલ્ય ક્રમાંક માટેનું નામ અને લોગો, આ કાર્યક્રમ દ્વારા પરિવર્તનની ક્ષમતાનેલક્ષમાં રાખીને વિકસાવાયાછે.

બન્ને, આધાર બ્રાન્ડ(અગાઉનો સંદર્ભ 'યુઆઈડી' તરીકે) અને લૉગો દેશના લોકોમાં યુઆઈડીએઆઈનો મૂળ હેતુનો સંપર્ક કરે છે, એટલે કે, ભારતના દરેક નાગરિકને એક ઓળખ ક્રમાંક આપવો જેને નાગરિકના જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી સાથે જોડેલી હોય, જેનો ઉપયોગ તેઓ ભારતમાં કોઈપણ સ્થળે પોતાની ઓળખ માટે તેમ જ લાભ અને સેવાઓ પ્રાપ્ત કરવા માટે કરી શકે છે.

આધારનું એક પ્રકારે 'સ્થાપના' અથવા 'સહાય'નું પણ સ્વરૂપ કહી શકીએ. આ શબ્દ ભારતની લગભગ બધી જ ભાષામાં મોજૂદ છે અને તેકારણે જ દેશમાં યુઆઈડીએઆઈની યોજનાનું બ્રેન્ડિંગ અને સંપર્ક વ્યવહારમાં ઉપયોગ થાય છે.

વધુમાં, આધાર અતુલ્યઅને કેન્દ્રિત, તેમજ ઑનલાઈન ઓળખ ચકાસણીની બાયંધરી આપે છે જે વિવિધ સેવાઓ અને ઍપ્લિકેશન નિર્માણમાં એક પાયા તરીકે કામ કરે છે અને બજારમાં બહોળા સંપર્કની સુવિધા પ્રદાન કરે છે.

દેશમાં આ સેવાઓ કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે પ્રાપ્ત કરવા માટે આધાર નાગરિકોને ક્ષમતા પૂરી પાડે છે.

બ્રાન્ડ માર્ગદર્શિકા

આધાર લોગો એકમ એ કાંઈ સંપૂર્ણ ચોરસ સ્વરૂપ નથી. આ લોગોની પહોળાઈ તેની લંબાઈ કરતા સહેજ વધુ છે અને તેની બ્રાન્ડ ઈમેજ માટે આ લોગો મહત્ત્વપૂર્ણ હોવાથી તેને તેના સંપૂર્ણ સ્વરૂપમાં દર્શાવવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હંમેશા નીચે અપાયેલા ડાયેગ્રામની સાથે પ્રમાણસર આકારમાં લોગોની ખરાઈ કરી લેવી.

Aadhaar Logo