યુઆઈડીએઆઈ વિશે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) એ એક વૈધાનિક સત્તા છે જેની સ્થાપના આધાર (નાણાકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાની લક્ષ્યાંકિત ડિલિવરી ) ધારા, 2016(“આધાર ધારા2016”) હેઠળ 12 જુલાઈ 2016ના રોજ ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઈઆઈટીવાય) હેઠળ કરાઈછે.

એક વૈધાનિક સત્તા તરીકે સ્થાપના કરાઈ તે પૂર્વે, યુઆઈડીએઆઈ 28 મી જાન્યુઆરી, 2009 ના રોજ તત્કાલીન આયોજન પંચ (હાલ નીતિ આયોગ) દ્વારા તેના ગેઝેટ જાહેરનામાં નં. – એ--43011/02/2009-એડમિન.I) અંતર્ગત તેની એક સંલગ્ન કચેરી તરીકે કાર્યરત હતું. ત્યારબાદ 12 સપ્ટેમ્બર, 2015ના રોજ સરકારે યુઆડીએઆઈને તત્કાલીન સંદેશાવ્યવહાર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઈઆઈટીવાય) સાથે સાંકળી લેવા તેને ફાળવાયેલા બિઝનેસ રૂલ્સમાં સુધારો કર્યો હતો.

યુઆઈડીએઆઈની રચના તમામ ભારતીય નાગરિકોને "આધાર" નામના યુનિક આઈડેન્ટિફિકેશન નંબર્સ (યુઆઈડી) જારી કરવાના હેતુસર કરાઈ હતી જે (અ) બેવડી અને બનાવટી ઓળખને નાબૂદ કરવા પૂરતા સચોટ હોય અને (બ) જેની એક સરળ, ઓછી ખર્ચાળ પદ્ધતિ હેઠળ ખરાઈ અને પ્રમાણભૂતતા કરી શકાય. પ્રથમ યુઆઈડી નંબર મહારાષ્ટ્રના નંદુરબારના નિવાસીને 29 સપ્ટેમ્બર, 2010ના રોજ જારી કરાયો હતો. ઓથોરિટીએ અત્યારસુધીમાં ભારતના નિવાસીઓને 120+ કરોડથી વધુ યુઆઈડી નંબર્સસ જારી કરી દીધા છે.

આધાર ધારા 2016 હેઠળ યુઆઈડીએઆઈ આધાર નોંધણી અને પ્રમાણભૂતતા માટે જવાબદાર રહે છે જેમાં આધાર જીવન ચક્રના તમામ તબક્કાની કામગીરી અને સંચાલન, નીતિ, વ્યક્તિઓને આધાર ક્રમાંક જારી કરવાની પ્રક્રિયા અને પ્રણાલિના વિકાસ પ્રમાણભૂતતા પાર પાડવાનો સમાવેશ થતો હતો અને તે ઉપરાંત તેના માટે એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી બનાવાયું હતું કે વ્યક્તિઓની ઓળખની માહિતી અને પ્રમાણભૂતતાનો રેકર્ડ જળવાય.

યુઆઈડીએઆઈ વિશે વધુ જાણવા માટે, જુઓ સંગઠનાત્મક માળખા.