આધારનો શો ઉપયોગ થઈ શકે? આધાર સક્ષમ કામગીરીઓ કઈ છે? કેવી રીતે કોઈ નિવાસીને આધાર સક્ષમ કામગીરીઓ દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે?keyboard_arrow_down
- આહાર અને પોષણ – જાહેર વિતરણ વ્યવસ્થા, અન્ન સુરક્ષા, મધ્યાહ્ન ભોજન, અદ્યતન બાળ વિકાસ યોજના.
- સશક્તિકરણ – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના, સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, ઈન્દિરા આવાસ યોજના, વડાપ્રધાન રોજગાર ગેરન્ટી કાર્યક્રમ
- શિક્ષણ – સર્વ શિક્ષા અભિયાન, શિક્ષણાધિકાર
- સામેલગીરી અને સામાજિક સુરક્ષા – જનની સુરક્ષા યોજના, મુખ્ય આદિવાસી જૂથ વિકાસ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
- આરોગ્ય – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, જનશ્રી વીમા યોજના, આમ આદમી વીમા યોજના
- સંપત્તિના વ્યવહારો, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ વગેરે સહિતના અન્ય પરચૂરણ ઉદ્દેશો
Does mAadhar works on rooted devices?keyboard_arrow_down
No, mAadhar does not works on rooted devices.
નિવાસીની નોંધણી દરમિયાન ઓપરેટરે ફરજિયાત યાદ રાખવા માટેના કયા પંદર મુખ્યાદેશો છે?keyboard_arrow_down
- નોંધણી કેન્દ્ર ખાતે, ઓપરેટરની ભૂમિકા નિવાસીના જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડેટાને કેપ્ચર કરીને તેની યુઆઈડીએઆઈની માર્ગદર્શિકા મુજબ નોંધણી કરવાની છે. આધાર નોંધણી કેન્દ્ર ખાતે ઓપરેટર તરીકે પોતાની ભૂમિકા અદા કરતી વેળાએ તેણે આ “પંદર મુખ્યાદેશો”ના અનુસરણને સુનિશ્ચિત કરવાનું રહેશે.
- નોંધણી કરાવવા માટે આધાર ગ્રાહકમાં તમારા પોતાના જ ઓપરેટર આઈડી દ્વારા લોગિન કરવાનું અને તમારી બેઠક પરથી ઊભા થાવ ત્યારે લોગઓફ કરવાનું સુનિશ્ચિત કરવું જેથી બીજી કોઈ વ્યક્તિ તમારી લોગિન વિન્ડોનો નોંધણી માટે દુરુપયોગ કરી ન શકે.
- દરરોજે નોંધણીની શરૂઆતમાં જીપીએસ કોઓર્ડિનેટ્સને કેપ્ચર કરો.
- દરેક લોગિન પર કમ્પ્યૂટરમાં તારીખ અને સમય સેટિંગ વર્તમાન હોય તે સુનિશ્ચિત કરો.
- સ્ટેશન લેઆઉટ યુઆઈડીએઆઈ માર્ગદર્શિકાઓ અનુસાર હોય તે સુનિશ્ચિત કરો.
- પ્રક્રિયા પહેલાં અને દરમિયાન નિવાસીને નોંધણી/ અપડેટની પ્રક્રિયાથી વાકેફ કરો જેથી તેને ડેટા કેપ્ચર દરમિયાન સરળતા રહે.
- પૂરી પડાયેલી “ફાઈન્ડ આધાર” સુવિધાનો ઉપયોગ કરીને એ સુનિશ્ચિત કરો કે નિવાસી અગાઉ કદી આધાર માટે નોંધણી કરાવી ચૂક્યા નથી.
- એ સુનિશ્ચિત કરો કે નિવાસી દ્વારા કરાયેલી નોંધણી/ અપડેટ વિનંતીના પ્રકાર માટે જરૂરી તમામ અસલ દસ્તાવેજો ઉપલબ્ધ છે અને તે એ વ્યક્તિના જ છે કે જેની નોંધણી/ અપડેટ કરાવવાની છે.
- નિવાસી સાથે ભાવિ સંદેશાવ્યવહાર માટે તેમનો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી એન્ટર કરવા નિવાસીને પ્રોત્સાહિત કરો જેથી તેનો ઓટીપી આધારિત ઓથેન્ટિકેશન અને ઓનલાઈન આધાર અપડેટ સુવિધા માટે ઉપયોગ કરી શકાય. એ ચકાસો કે આધાર નોંધણી/ અપડેટ ફોર્મ વેરિફાય થયેલું છે અને તેમાં વેરિફાય કરનારની સહી/ અંગૂઠાની છાપ અને સહી/સિક્કા છે. આ ફોર્મમાં નિવાસીની (અરજદારની) સહી/ અંગૂઠાનું નિશાન હોવું ફરજિયાત છે.
- એ સુનિશ્ચિત કરો કે નિવાસીને એ બાબતની યોગ્ય જાણ કરાઈ છે કે તેના બાયોમેટ્રિકનો ફક્ત આધાર નોંધણી/ અપડેટ માટે જ કરાશે, બીજા કોઈ હેતુસર નહીં.
- પ્રસ્તુતકર્તા/ એચઓએફ આધારિત નોંધણી થતી હોય તો પ્રસ્તુતકર્તા/ એચઓએફના હસ્તાક્ષર/ અંગૂઠાની છાપ ફોર્મની સાથે ઉપલબ્ધ થવી જોઈએ જેની વિગતોને અનુક્રમે પ્રસ્તુતકર્તા અને એચઓએફ માટે પૂરા પડાયેલા ખાનામાં ઉલ્લેખ કરાયેલો હોય.
- સોફ્ટવેર ક્યાલન્ટમાં પૂરી પડાયેલી સ્ક્રીન્સ અનુસાર ડેટા કેપ્ચરની શૃંખલામાં આધાર ગ્રાહક સોફ્ટવેરમાં (ઈસીએમપી/ યુસીએલ) નિવાસીના જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડેટાને કેપ્ચર કરો.
- એ સુનિશ્ચિત કરો કે નિવાસીની સ્ક્રીન નોંધણી/ અપડેટના સમયે પૂર્ણકાલીન ચાલુ હોય અને નિવાસીને એન્ટર કરાયેલા ડેટાને ક્રોસ ચેક કરવા જણાવો અને સાઈન ઓફ કરતા પહેલાં નિવાસીને જનસાંખ્યિક ડેટાની સમીક્ષા કરવા કહો.
- નોંધણીના અંતે સંમતિ સાથે નિવાસીના હસ્તાક્ષર લો અને તેને એકનોલેજમેન્ટ પ્રિન્ટ કરીને તેની પર સહી કરીને પૂરું પાડો.
- એ સુનિશ્ચિત કરો કે નોંધણી/ અપડેટ ફોર્મ, અસલ સહાયક દસ્તાવેજો અને સહી કરેલી સંમતિ સ્લિપને નોંધણી/ અપડેટ ક્લાયન્ટમાં અપલોડ કરાય છે અને બધા દસ્તાવેજો નિવાસીને પરત કરાય છે.
જનસાંખ્યિક ડેટા કેપ્ચર માટે યુઆઈડીએઆઈની માર્ગદર્શિકાઓ શી છે?keyboard_arrow_down
જનસાંખ્યિક ડેટા કેપ્ચર માર્ગદર્શિકાઓ:
- વેરિફાઈડ નોંધણી/ અપડેટ ફોર્મમાંથી નિવાસીની જનસાંખ્યિક વિગતોને એન્ટર કરો.
- આધાર અપડેટના સંજોગોમાં, ફક્ત જે ખાનાને અપડેટ કરવાની જરૂર હોય તેને માર્ક કરીને ભરવું જોઈએ.
- યુઆઈડીએઆઈ માટે ફોર્મમાં મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી ઉમેરવા નિવાસીને પ્રોત્સાહિત કરો અને આ વિગતોનો ઉપયોગ કરીને નિવાસીના સંપર્કમાં રહો.
- જનસાંખ્યિક ડેટા કેપ્ચર દરમિયાન ડેટા એસ્થેટિક્સ પર ધ્યાન આપો. ખાલી જગ્યાના અયોગ્ય ઉપયોગને ટાળો, ડેટા કેપ્ચર દરમિયાન માર્ક, કેપિટલ અને નાના અક્ષરોનો પંક્ચ્યુએશન ઉપયોગ કરો.
- બિન-સંસદીય ભાષાનો પ્રયોગ અને ટ્રાન્સલિટરેશનની ક્ષતિઓને ટાળો.
- નિવાસી દ્વારા કોઈ ડેટા પૂરો પડાયો ન હોય તો તે બિન-ફરજિયાત ખાનાને ખાલી રાખો. નિવાસીએ જે ડેટા પૂરો પાડ્યો ન હોય તે ખાનામાં એન/એ, એનએ જેવી વિગતો એન્ટર ન કરશો.
- 5 વર્ષથી વધુ વયના નિવાસીઓ માટે પિતા/ માતા/ પતિ/ પત્ની/ વાલીના ખાના ભરવા ફરજિયાત નથી
- જો નિવાસી પુખ્તવયની હોય અને જાહેર કરવા ઈચ્છતી ન હોય. ત્યારબાદ “રિલેશનશીપ ટુ રેસિડેન્ટ”માં “નોટ ગિવન” ખાનામાં ટિક કરો. બાળકની વય 5 વર્ષ કરતા ઓછી હોય તો માતા-પિતા અથવા વાલીમાંથી કોઈ એકનું નામ અને આધાર નંબરની નોંધ કરવી ફરજિયાત છે.
- માતાપિતાના નામની આગળ ફક્ત પિતાનું નામ જ એન્ટર કરવું ફરજિયાત નથી. માતા-પિતા ઈચ્છતા હોય તો ‘વાલીના/ માતાપિતા’ના નામ તરીકે એકલી માતાનું નામ પણ નોંધાવી શકે છે.
- પરિવારના વડા (એચઓએફ) આધારિત વેરિફિકેશન નામ માટે, એચઓએફનો આધાર નંબર અને પરિવારના સભ્યની સંબંધની વિગતો એન્ટર કરવી ફરજિયાત છે.
નિવાસીનો ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ડેટા કેપ્ચર કર્યા બાદ ઓપરેટર શું કરશે?keyboard_arrow_down
- ઓપરેટર ત્યારબાદ તેને ઓથેન્ટિકેટ કરશે જેથી નિવાસીનો સાઈન-ઓફ ડેટા કેપ્ચર કરી શકાય.
- તમે નોંધણી માટે કરેલી સહી અન્ય કોઈને જોવા દેશો નહીં. અન્યો દ્વારા કરાયેલી નોંધણી માટે સહી કરશો નહી.
- નોંધણીકર્તા પાસે કોઈ બાયોમેટ્રિક અપવાદ હશે તો ઓપરેટર તે અંગે સુપરવાઈઝરની સહી કરાવશે
- વેરિફિકેશન પ્રકારને પ્રસ્તુતકર્તા/ એચઓએફ તરીકે પસંદ કરાયેલા હોય તો પ્રસ્તુતકર્તા/ એચઓએફ પાસે સમીક્ષા સ્ક્રીન પર સહી કરાવો.
- જો પ્રસ્તુતકર્તા નોંધણીના સમયે રૂબરૂમાં હાજર ન હોય તો કૃપા કરીને “એટેચ લેટર” ખાનામાં ટીક કરો જેથી નોંધણીને દિવસના અંતે પ્રસ્તુતકર્તા દ્વારા વેરિફાય કરાવી શકાય.
- ઓપરેટરે જે ભાષામાં સંમતિની રસીદ છાપવી હોય તે કાનૂની/ ઘોષણાપત્રની ભાષાને પસંદ કરી શકે છે
- ઓપરેટરે જે ભાષામાં રસીદ ફરજિયાત છાપવાની હોય તેને પોતાની પસંદગીની ભાષા તરીકે સેટ કરવા નિવાસીને કહેવું પડે. કોઈ પણ જાહેર કરાયેલી ભાષાના વિકલ્પની પસંદગી કર્યે રસીદ પસંદ કરાયેલી ભાષામાં એટલે કે અંગ્રેજીમાં અથવા કન્ફિગરેશન સ્ક્રીન પર સેટ કરાયેલી કોઈ પણ સ્થાનિક ભાષામાં પ્રિન્ટ થશે.
- સંમતિ પર નિવાસીની સહી લો અને તેને નિવાસીના અન્ય દસ્તાવેજોની સાથે ફાઈલ કરો. નિવાસીની સહી મહત્ત્વની છે કારણ કે તે યુઆઈડીએઆઈ સમક્ષ નિવાસીની સંમતિ/ અસંમતિ છે.
- નિવાસીને એકનોલેજમેન્ટ પર સહી કરીને પૂરા પાડો. એકનોલેજમેન્ટ એ નોંધણી કરાવ્યાની લેખિત સંમતિ છે. નિવાસી માટે પણ એ જરૂરી છે કે તે નોંધણી ક્રમાંક, નિવાસી યુઆઈડીએઆઈ સાથે વાર્તાપાલ માટે જે સમય અને તારીખ ક્વોટ કરવા માગે છે તે તેમજ તેનો સંપર્ક કેન્દ્ર (1947) પોતાના આધાર દરજ્જા માટેની માહિતી તરીકે ડરાખે છે.
- નોંધણી ક્રમાંક, તારીખ અને સમય ત્યારે પણ જરૂરી છે જો નિવાસીના ડેટામાં સુધારા પ્રક્રિયા દ્વારા કોઈ સુધારો કરવો પડે છે. આમ, ઓપરેટરે એ સુનિશ્ચિત કરવું પડે કે એકનોલેજમેન્ટ અને સંમતિ સ્પષ્ટ અને વૈધાનિક રીતે પ્રિન્ટ થાય.
- નિવાસીને એકનોલેજમેન્ટ સુપરત કરતી વેળાએ, ઓપરેટરે નીચેની વિગતો નિવાસીને જણાવવી પડે
- એકનોલેજમેન્ટ પર પ્રકાશિત નોંધણી ક્રમાંક એ આધાર નંબર નથી અને નિવાસીનો આધાર નંબર ત્યારબાદ પત્ર દ્વારા તેને જણાવાશે. આ મેસેજ પણ એકનોલેજમેન્ટ પર પ્રકાશિત થશે.
- નિવાસીએ પોતાના અને પોતાના બાળકોની એકનોલેજમેન્ટ સ્લિપને ભાવિ સંદર્ભ માટે સાચવી રાખવી.
- પ્રસ્તુતકર્તા આધારિત નોંધણી થાય તો પ્રસ્તુતકર્તાને નિર્ધારિત ગાળામાં સાઈન ઓફ રી દેવો અને નિવાસીનો આધાર માન્ય પ્રસ્તુતકર્તા દ્વારા અનુમોદનને આધિન છે.
- નિવાસીના ડેટા એકત્રીકરણ માટે 96 કલાકનો સમય રહે છે, માટે કોઈ ભૂલ હોય તો આ સુવિધાનો ઉપયોગ કરી લેવો.
- આધાર સર્જન સ્થિતિને જાણવા તેઓ કોલ સેન્ટર પર કોલ કરી શકે છે અથવા ઈ-આધાર/ આધાર પોર્ટલ/ વેબસાઈટ પર લોગ ઓન કરી શકે છે.
- આધાર નંબર સ્થાનિક પોસ્ટ ઓફિનસ/ અથવા અન્ય નિર્ધારિત એજન્સી દ્વારા નોંધણીના સમયે અપાયેલી તસવીરમાં ડિલિવર કરાશે.
વેરિફાયર કોણ છે?keyboard_arrow_down
જ્યારે નિવાસી આધાર માટે નોંધણી કેન્દ્રમાં આવે છે, ત્યારે જનસાંખ્યિક વિગતોને તેણે પૂરા પાડેલા દસ્તાવેજોમાંથી એન્ટર કરાય છે. દસ્તાવેજોનું ઓથેન્ટિકેશન યોગ્ય રીતે અધિકારી દ્વારા વેરિફાય કરાય છે. આવા અધિકારીને વેરિફાયર કહેવાય છે. વેરિફાયર દ્વારા નિવાસીએ ભરેલા નોંધણી ફોર્મ સામે સુપર કરાયેલા દસ્તાવેજોને વેરિફાય કરાય છે. સામાન્ય રીતે વેરિફિકેશન પ્રક્રિયાનું જ્ઞાન ધરાવતા નિવૃત્ત સરકારી અધિકારીનો રજિસ્ટ્રાર દ્વારા ઉપયોગ કરાવો જોઈએ જો રજિસ્ટ્રાર્સ દ્વારા વેરિફિકેશન માટે કોઈ કામ કરતા અધિકારીને ફાળવી શકાતા ન હોય.
- કોઈ પણ સરકારી (સશસ્ત્ર દળો અને સીપીએમએફ સહિત) અને સી ગ્રુપ અથવા વર્ગ 3 રેન્કથી નીચે નહીં તેવા બેંક સહિત પીએસયુના ફરજપરના/ નિવૃત્ત અધિકારીને વેરિફાયર તરીકે રાખી શકાય છે. મોટા શહેરો અને મહાનગરોમાં રજિસ્ટ્રાર આવા નિવૃત્ત/ ફરજ પરા સરકારી અધિકારીની સેવા મેળવી શકતા નથી તેઓ આઉટસોર્સ વેન્ડર પાસેથી પણ વેરિફાયરને પૂરા પડાવીને તે માટે યુઆઈડીએઆઈ પ્રાદેશિક કચેરીની મંજૂરી લઈ શકે છે.
- નોંધણી કેન્દ્ર ખાતેના વેરિફાયર નોંધણી એજન્સીએ નોકરીએ રાખેલા વેન્ડર ન હોઈ શકે. રજિસ્ટ્રારે એ સુનિશ્ચિત કરવું પડે કે વેરિફાયરને કામ સોંપતા પહેલા યોગ્ય તાલીમ અપાઈ છે. રજિસ્ટ્રાર કેન્દ્રમાં એક કરતા વધુ વેરિફાયર જરૂર પડ્યે રાખી શકે છે. તમામ વેરિફાયરની યાદી તેમના હોદ્રા પ્રમાણે રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરીને પછી નોંધણી શરૂ કરી શકાય છે અને આ યાદી પ્રાદેશિક કચેરીને આપવાની રહેશે.
જ્યાં નિવાસી માટે રહેઠાણના બહુધા પૂરાવા ઉપલબ્ધ હોય (દાત હાલનું અને વતનનું) તો યુઆઈડીએઆઈ કયા પૂરાવાને સ્વીકારશે, અને તે ક્યાં આધારપત્ર મોકલશે?keyboard_arrow_down
સંબંધિત પાના
વારંવાર પૂછાતા પ્રશ્નો
-
તમારો આધાર
-
નોંધણી અને અપડેટ
-
પ્રમાણભૂતતા
-
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)
-
યુઆઈડીએઆઈ વિશે
-
આધાર ઓનલાઈન સેવાઓ