આધાર નોંધણી

આધાર નોંધણી પ્રક્રિયામાં નોંધણી ઓળખપત્ર ધરાવતી એકનોલેજમેન્ટ સ્લિપ એકત્રિત કરતા પહેલા નોંધણી કેન્દ્રની મુલાકાત, નોંધણી ફોર્મ ભરવાનું, જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડેટા કેપ્ચર કરવાનો, ઓળખ અને રહેઠાણનો દસ્તાવેજ રજૂ કરવાનો સમાવેશ થાય છે. આધાર નોંધણીની હાઈલાઈટ્સ છેઃ

  • આધારની નોંધણી નિઃશુલ્ક છે.
  • તમે કોઈ પણ નોંધાયેલા આધાર નોંધણી કેન્દ્ર પર ભારતમાં ગમેત્યાં જઈ શકો છો અને તમારા ઓળખ અને રહેઠાણના પૂરાવાના દસ્તાવેજ આપી શકો છો.
  • યુઆઈડીએઆઈ પ્રક્રિયામાં પીઓઆઈ (ઓળખનો પૂરાવો) અને પીઓએ (સરનામાનો પૂરાવો)ની વિસ્તૃત રેન્જનો સમાવેશ થાય છે. મતદાર ફોટો ઓળખપત્ર, રેશન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ એ ઓળખ અને સરનામાના સામાન્ય પૂરાવા છે.
  • ફોટો ઓળખપત્ર જેવા કે પાન કાર્ડ અને સરકારી ઓળખપત્ર કાર્ડ એ ઓળખના માન્ય પૂરાવા છે. સરનામાના પૂરાવામાં છેલ્લા ત્રણ મહિનાના પાણી- વીજળી- લેન્ડલાઈન ટેલિફોન બિલનો પણ સમાવેશ થાય છે.
  • જો તમારી પાસે ઉપરોક્ત સામાન્ય પૂરાવા ન હોય તો, ગેઝેટેડ ઓફિસર/ તલાટી દ્વારા ઉપરોક્ત લેટરહેડ પર જારી કરાયેલા ફોટો સાથેના ઓળખપત્રને પણ સરનામાના પીઓઆઈ પ્રમાણપત્ર તરીકે માન્ય રખાય છે. જ્યારે સાંસદ અથવા ધારાસભ્ય/ગેઝેટેડ ઓફિસર/ તલાટી દ્વારા લેટરહેડ પર અથવા ગ્રામ પંચાયતના સરપંચ અથવા તેમની સમકક્ષ સત્તાવાળા (ગ્રામીણ વિસ્તારો માટે) જારી કરાયેલા ફોટો સાથેના રહેઠાણના પૂરાવાને પીઓએ તરીકે સ્વીકારવામાં આવે છે.
  • પરિવારમાં કોઈ વ્યક્તિ પાસે માન્ય પૂરાવો ન હોય, તો પણ નિવાસી તેના નામની પારિવારિક હકપત્ર દસ્તાવેજમાં નોંધણી કરાવી શકે છે. આ સંજોગોમાં પરિવારના મોભીએ આ હકપત્ર દસ્તાવેજમાં સૌથી પહેલા માન્ય પીઓઆઈ અને પીઓએ દસ્તાવેજ તરીકે નોંધણી કરાવવાની રહે છે. ત્યારબાદ પરિવારના મોભી પરિવારના અન્ય સભ્યોની તેઓ નોંધણી કરાવી રહ્યા હોય ત્યારે ઓળખ આપી શકે છે. યુઆઈડીએઆઈ દ્વારા સંબંધના પૂરાવા તરીકે ઘણા દસ્તાવેજો સ્વીકારી શકે છે. દસ્તાવેજોની રાષ્ટ્રવ્યાપી માન્ય યાદી માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.
  • જ્યાં કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય, ત્યાં નિવાસીઓ નોંધણી કેન્દ્ર ખાતે ઉપલબ્ધ પ્રસ્તુતિકારની મદદ પણ લઈ શકે છે. પ્રસ્તુતિકારને રજિસ્ટ્રાર દ્વારા નોટિફાય કરાય છે. વધુ વિગતો માટે કૃપા કરીને સંલગ્ન રજિસ્ટ્રારની કચેરીનો સંપર્ક કરશો.

સારાંશ માટે નોંધણીના ત્રણ અભિગમો છે:

દસ્તાવેજનો આધાર
  • ઓળખના માન્ય પૂરાવા (પીઓઆઈ) અને સરનામાના એક માન્ય પૂરાવાની (પીઓએ) પ્રસ્તુતિ
પરિવારના મોભી (એચઓએફ) આધારિત
  • પરિવારના મોભી (એચઓએફ) દસ્તાવેજોના માધ્યમે પરિવારજનોને પ્રસ્તુત કરી શકે છે જેનાથી સંબંધનો પૂરાવો સ્થાપિત થઈ શકે.
પ્રસ્તુતિકર્તા આધારિત
  • ઓળખનો માન્ય પૂરાવો (પીઓઆઈ) અને ઓળખનો માન્ય પૂરાવો (પીઓએ) ન હોય, તો સેવાના પ્રસ્તુતિકારનો લાભ મેળવી શકાય છે. એક પ્રસ્તુતિકાર એવી વ્યક્તિ છે જેની નિમણૂંક રજિસ્ટ્રાર દ્વારા કરાય છે અને તેની પાસે માન્ય આધાર નંબર હોવો જોઈએ.

 
  • નોંધણી કેન્દ્ર ખાતે, કૃપા કરીને નોંધણી ફોર્મમાં તમારી અંગત વિગતો ભરશો. તમારા ફોટો, ફિંગર-પ્રિન્ટ અને આઈરિસ સ્કેનને નોંધણીના ભાગરૂપે લેવામાં આવી શકે છે. તમે પરી પાડેલી વિગતોની સમીક્ષા કરીને નોંધણી દરમિયાન પણ પૂરાવા રજૂ કરી શકો છો. તમને નોંધણી દરમિયાન કેપ્ચર કરાયેલી અન્ય વિગતો અને એક નોંધણી ક્રમાંક સાથે નોંધણીની સ્લિપ મળશે. નોંધણીના ડેટામાં કોઈ પણ સુધારાને એકનોલેજમેન્ટ સ્લિપ સાથે નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને નોંધણીના 96 કલાકની અંદર કરી શકાશે.

Demographic Data: Name, Date of Birth/Age, Gender, Address, Mobile Number and email(Optional), Biometric Data: Photograph pf face, 10 fingerprint and 2 irises capture, For Enrolling children; In case of children below 5 years, parent/guardian's name, Aadhaar and biometrics have to be provided at the time of enrolment.

  • તમારે એક વખત જ નોંધણી કરાવવાની રહેશે, કારણ કે એક કરતા વધુ વખત નોંધણીની યુઆઈડીએઆઈ દ્વારા સલાહ નહીં અપાઈ હોય તો તેને લીધે રિજેક્શન થઈ જશે.
  • આધાર માટેનો પ્રતિક્ષાગાળો સીઆઈડીઆરમાં નિવાસી ડેટા પેકેટ્સની પ્રાપ્તિ થયા બાદ 60-90 દિવસ સુધીનો હોઈ શકે છે.

નોંધણી ક્યાં કરાવવી

તમામ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણીની પ્રક્રિયાને યુઆઈડીએઆઈ અને ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (આરજીઆઈ)દ્વારા આવરી લેવાઈ છે. આધાર નોંધણીના પ્રવૃત્તિઓ આસામ અને મેઘાલયમાં રાષ્ટ્રીય વસતિ પત્રક (એનપીઆર) સાથે મળીને તૈયારી હાથ ધરીને ખાસ આરજીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે આધાર નોંધણી કેન્દ્ર/આધાર કેમ્પ્સ અથવા અન્ય કોઈ કાયમી નોંધણી કેન્દ્રખાતે જ અન્ય તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના નિવાસીઓએ નોંધણી કરાવવાની રહે છે.