વિઝન અને મિશન

પરિદૃશ્ય

કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે પ્રમાણભૂતતા માટે ભારતના નિવાસીઓને અનોખી ઓળખ અને ડિજિટલ મંચ પૂરા પાડવા

મિશન

 • ભારતના નિવાસીઓને અનોખા ઓળખ નંબર ફાળવીને ભારતના એકીકૃત ભંડોળમાંથી ફાળવણી કરાયેલી સબસિડી, લાભો અને સેવાઓ તથા ખર્ચની કાર્યક્ષમ અને પારદર્શી, લક્ષ્યાંકિત ડિલિવરી અને સુશાસન પૂરા પાડવા.
 • લોકોને આધાર નંબર જારી કરવા નીતિ, પ્રક્રિયા અને પ્રણાલિ કેળવવી, જેઓ તેમની જનસાંખ્યિક વિગતો અને બાયોમેટ્રિક વિગતોને નોંધણીની પ્રક્રિયા દરમિયાન પૂરી પાડીને તેના માટે વિનંતી કરે છે.
 • આધારધારકોને તેમની ડિજિટલ ઓળખની પ્રમાણભૂતતા અને અપડેશન માટે નીતિ, પ્રક્રિયા અને પ્રણાલિ કેળવવી.
 • ટેકનોલોજી માળખાની ઉપલબ્ધતા, કાર્યક્ષમતા અને યોગ્યતા સુનિશ્ચિત કરવી.
 • યુઆઈડીએઆઈના મૂલ્યો અને પરિદૃશ્યને આગળ લઈ જવા લાંબાગાળાની સાતત્યપૂર્ણ સંસ્થા સુનિશ્ચિત કરવી.
 • લોકોની ઓળખની માહિતી અને ઓથેન્ટિકેશન રેકોર્ડ્સની સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવી.
 • તમામ નાગરિકો અને એજન્સીઓ ખરા અર્થમાં આધાર ધારાનું અનુપાલન કરે તે સુનિશ્ચિત કરવું.
 • આધાર ધારાની જોગવાઈના અમલ માટે આધાર ધારાને અનુરૂપ નિયમનો અને નિયમો ઘડવા.

સાર્વત્રિક મૂલ્યો

 • અમે સુશાસન પૂરું પાડવામાં માનીએ છીએ.
 • અમે અખંડતાનો આદર કરીએ છીએ
 • અમે સમ્મિલિત રાષ્ટ્રનિર્માણ પરત્વે કટિબદ્ધ છીએ
 • અમે સહિયારા અભિગમને હાથ ધરીને અમારા ભાગીદારોનું મૂલ્ય જાળવીએ છીએ
 • નિવાસીઓ અને સેવા પૂરી પાડનારાને સેવામાં સર્વોત્તમતા પ્રદાન કરવા અમે કટિબદ્ધ છીએ
 • અમે હંમેશા સતત શીખવા અને ગુણવત્તા સુધારણા પર ધ્યાન આપીશું
 • અમે નવતર સુધારા અમલી બનાવીને અમારા ભાગીદારોને પણ તે માટે મંચ પૂરો પાડીશું
 • અમે પારદર્શી અને મુક્ત સંસ્થામાં માનીએ છીએ