યુઆઈડીએઆઈ ઈકોસિસ્ટમ
ઈકોસિસ્ટમમાં નોંધણી અને અપડેટ
ઈકોસિસ્ટમમાં નોંધણીમાં રજિસ્ટ્રાર અને નોંધણી એજન્સીઓનો સમાવેશ થાય છે. રજિસ્ટ્રાર એ વ્યક્તિઓની નોંધણીના હેતુસર યુઆઈડીએઆઈ દ્વારા માન્યતા અથવા અધિકૃતતા અપાયેલ એકમ છે. રજિસ્ટ્રાર દ્વારા નોંધણી એજન્સીઓની નિમણૂંક કરાય છે અને પ્રમાણિત ઓપરેટર્સ/સુપરવાઈઝર્સને કામગીરીમાં જોડીને નોંધણી પ્રક્રિયા દરમિયાન વ્યક્તિઓની જનસાંખ્યિક અને બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવા માટે તેઓ જવાબદાર હોય છે.
રજિસ્ટ્રાર્સ સાથે સંકલન સાધીને નોંધણી એજન્સીઓ દ્વારા નોંધણી કેન્દ્રો સ્થપાય છે, જ્યાં રહીશો આધાર માટે નોંધણી કરાવી શકે છે. એસટીક્યૂસી અને યુઆઈડીએઆઈ દ્વારા પ્રમાણિત બહુધા ફિંગરપ્રિન્ટ સ્કેનર્સ, આઈરિસ સ્કેનર્સ, અને કેમેરાનો નોંધણી માટે ઉપયોગ કરાય છે, અને તમામ સાધનો યુઆઈડીએઆઈ દ્વારા ડિઝાઈન કરાયેલા સ્ટાન્ડર્ડ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (એપીઆઈ) સાથે જોડાયેલા હોય છે. બહુધા નોંધણી એજન્સીઓ, અને બહુધા ટેકનોલોજી પ્રોવાઈડર્સની નિમણૂંકથી આંતરિકતંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ રચાયું છે.
પ્રમાણભૂતતા ઈકોસિસ્ટમ
યુઆઈડીએઆઈ દ્વારા નિવાસીઓની તાત્કાલિક પ્રમાણભૂતતાના હેતુસર એક વ્યાપક ઈકોસિસ્ટમ સ્થાપિત કરી છે. આધાર પ્રમાણભૂતતા ઈકોસિસ્ટમ રોજિંદા ધોરણે હજારો લાખો પ્રમાણભૂતતાનું સંચાલન કરવા સક્ષમ છે, અને જરૂરિયાત અનુસાર તેનો વ્યાપ હજી વિસ્તારી શકાય તેમ છે. યુઆઈડીએઆઈ દ્વારા સંખ્યાબંધ પ્રમાણભૂતતા સેવા એજન્સીઓની (એએસએ) સ્થાપના કરાઈ છે, જે તેના બદલામાં વિવિધ સરકારી અને બિન-સરકારી સંસ્થાઓની પ્રમાણભૂતતા ઉપયોગકર્તા એજન્સી (એયુએ) તરીકે નિમણૂંક કરે છે. એસટીક્યૂસીની ભાગીદારીમાં યુઆઈડીએઆઈએ બાયોમેટ્રિક ઉપકરણો માટે ટેકનિકલ માપદંડો પણ સ્થાપિત કર્યા છે, અને તેમાંના સંખ્યાબંધને પ્રમાણિત કર્યા છે.
પ્રમાણભૂતતા સેવાને ઓનલાઈન અને રિયલ-ટાઈમ ધોરણે પૂરી પડાતી હોવાથી, યુઆઈડીએઆઈએ બે ડેટા સેન્ટર્સ પણ સ્થાપિત કર્યા છે જ્યાં એક્ટિવ-એક્ટિવ મોડમાં પ્રમાણભૂતતા અને અન્ય કેવાયસી જેવી ઓનલાઈન સેવાઓ તૈનાત કરાઈ છે જેથી ઊંચીઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય. બેંક તથા ચુકવણી નેટવર્ક ઓપરેટર્સે રિયલ-ટાઈમ, વ્યાપક અને આંતરસંચાલકીય ઢબે દેશભરમાં ગમેત્યાં શાખા-વિહોણા બેન્કિંગની સુવિધા પૂરી પાડવા માઈક્રો-એટીએમમાં આધાર પ્રમાણભૂતતાને પણ સ્થાપિત કરી છે.