આધાર સર્જન
આધાર સર્જનમાં ગુણવત્તા ચકાસણી, પેકેટ માન્યતા, જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડિ-ડુપ્લિકેશન વગેરે પ્રક્રિયા નો સમાવેશ થાય છે. આધારનું સફળતાપૂર્વક સર્જન ફક્ત ત્યારે જ થશે જોઃ
- નોંધણી ડેટાની ગુણવત્તા યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત માપદંડોને પરિપૂર્ણ કરશે.
- નોંધણી પેકેટ સીઆઈડીઆરમાં તમામ માન્યતાને પાસ કરી દેશે
- કોઈ જનસાંખ્યિક/બાયોમેટ્રિક ડુપ્લિકેટ જણાશે નહીં.
જો કોઈ પણ ઉપરોક્ત શરતનું પાલન નહીં થાય, તો આધાર ક્રમાંક જારી નહીં કરાય અને આધાર નોંધણી રદબાતલ થશે.આધારના સર્જન સુધી દોરી જતી પ્રક્રિયાને નીચે સમજાવાઈ છે.
સીઆઈડીઆરમાં નિવાસીના ડેટાને અપલોડ કરવો
દરેક નિવાસીની નોંધણી એ સોફ્ટવેર પેકેટના સ્વરૂપમાં થાય છે જેને દરેક ગ્રાહકની નોંધણી પરિપૂર્ણ થયે એન્ક્રિપ્ટ કરાય છે અને તેને સેન્ટ્રલ આઈડી રિપોઝિટરીમાં (સીઆઈડીઆર) અપલોડ કરાય છે અને આ માટે યુઆઈડીએઆઈ દ્વારા નોંધણી એજન્સીઓને પૂરા પડાયેલા અપલોડ ગ્રાહકનો ઉપયોગ કરાય છે. અપલોડ કરાયેલ પેકેટ્સને સર્વર પર અપલોડ કરાય છે, અને આ રીતે પ્રોસેસિંગના સમય તેમજ પેકેટ રિજેક્શનમાં સમય બચાવાય છે. સર્વરમાં તમામ ડેટા ટ્રાન્સફર સુરક્ષિત ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ કરીને હાથ ધરાય છે અને તેથી જ અનધિકૃત એજન્સી દ્વારા ડેટા લીકેજ થવાની કોઈ શક્યતા રહેતી નથી. નિવાસી દ્વારા પ્રાપ્ત કરાયેલ દસ્તાવેજને પણ સ્કેન કરાય છે અને તે નોંધણી પેકેટનો ભાગ બને છે જેને સીઆઈડીઆર પર અપલોડ કરાય છે.
સીઆઈડીઆર સેનિટી ચેક્સઃ દરેક નોંધણી પેકેટની માન્યતા- ચેકસમ્સ, પેકેટ મીટા ડેટા, વગેરે માટે સીઆઈડીઆર ડીએમઝેડમાં ચકાસણી કરાય છે જે માટે ઓટોમેટેડ પ્રક્રિયાનો ઉપયોગ કરાય છે અને પછી તેને પ્રોસેસિંગ માટે સીઆઈડીઆરના પ્રોડક્શન ઝોનમાં તબદિલ કરાય છે.
ડેટા આર્કાઈવલ: સીઆઈડીઆરમાં, પેકેટની સામગ્રીને વાંચીને કોષ્ટકમાં સંગ્રહિત કરવામાં આવે છે અને પછી તેને આર્કાઈવ કરાય છે જેથી ડેટાને સુરક્ષિત રીતે રાખી શકાય. આર્કાઈવલની પ્રણાલિમાં નીચેની જરૂરિયાતો છેઃ
- તમામ અસલ પેકેટ્સ (નોંધણી, અપડેટ્સ વગેરે) યથા સ્વરૂપમાં આર્કાઈવ કરવા જરૂરી છે, અને “કાયમ માટે”, એ સુનિશ્ચિત કરતા કે ઉચ્ચ ઉપલબ્ધતા રહે અને શૂન્ય ડેટા ગુમાવાય.
- આર્કાઈવ કરેલા પેકેટને સુરક્ષિત રીતે અને કોર નોંધણી તેમજ પ્રમાણભૂતતા પ્રણાલિથી અલગ રાખવામાં આવે.
- આર્કાઈવલ પ્રણાલિમાં યોગ્ય પહોંચ નિયંત્રણ અને મંજૂરી સાથે માગે ત્યારે ડેટાની પુનઃપ્રાપ્તિને મંજૂરી હોવી જોઈએ.
- આર્કાઈવ કરેલ ડેટાનો નિયમિત બેકઅપ મેળવવામાં આવે જેથી શૂન્ય ડેટા ગુમાવાય.
મુખ્ય પ્રોસેસિંગ પાઈપલાઈન
સેનિટી ચેક પાસ બાદ નોંધણી કરેલ પેકેટને મુખ્ય પ્રોસેસિંગ પાઈપલાઈનમાં પસાર કરાય છે. ઉચ્ચ સ્તરે આમાં નીચેના તબક્કા સામેલ થાય છેઃ
ઓટોમેટેડ ડેટા માન્યતા:નીચેની માન્યતા ચકાસણીને જનસાંખ્યિક ડેટા માટેના સીઆઈડીઆરમાં કરવામાં આવે છે.:
- નામ અને સરનામાની ખરાઈ
- ભાષાની ખરાઈ
- પીન કોડ અને વહીવટી ક્ષેત્રો
- ઓપરેટર, સુપરવાઈઝર, પ્રસ્તુતિકારની માન્યતા
- અન્ય ડેટા અને પ્રોસેસ માન્યતા
જનસાંખ્યિક ડિ-ડુપ્લિકેશન: જનસાંખ્યિક ડિ-ડુપ્લિકેશનનો મુખ્યત્વે ઉપયોગ ટ્રાઈવિયલ ડુપ્લિકેટ્સ (બિન-ઠગાઈ કિસ્સાઓ કે જ્યાં તમામ જનસાંખ્યિક ખાના એકસમાન છે) પકડવા કરવાય છે જે સિસ્ટમમાં સરતચૂકથી પ્રસ્તુત થઈ ગયા છે, દા.ત. જ્યારે કોઈ નિવાસીને નોંધણીના અમુક દિવસો બાદ પણ આધાર ક્રમાંક નથી મળતો અને તે નોંધણી કેન્દ્રમાં ફરી નોંધણી કરાવવાનો નિર્ણય લે છે. તેનો ઉપયોગ 5 વર્ષથી ઓછી વયના બાળકોને ડિ-ડુપ્લિકેટ કરવા પણ કરાય છે જેમનો બાયોમેટ્રિક્સ ડેટા યુઆઈડીએઆઈ નીતિ હેઠળ બાળકો માટે કેપ્ચર કરાતો નથી. જનસાંખ્યિક ડિ-ડુપ્લિકેશનનો હેતુ આવા કેસને ફિલ્ટર કરવાનો અને આ રીતે બાયોમેટ્રિક ડિ-ડુપ્લિકેશન માટે જતા ટ્રાઈવિયલ ડુપ્લિકેટ્સની સંખ્યાને ઘટાડવાનો છે.
મેન્યુઅલ ગુણવત્તા ચકાસણી: નોંધણી પેકેટ્સને મેન્યુઅલ ગુણવત્તા ચકાસણી માટે મોકલાય છે, જ્યાં વિવિધ ગુણવત્તા ચકાસણી ઓપરેટર્સ દ્વારા જનસાંખ્યિક અને ફોટો ગુણવત્તાના મામલે ઓપરેટર્સની ચકાસણી થાય છે. આમાં નિવાસીના ફોટા- માનવ તસવીરના અસ્તિત્ત્વ, જાતિ અને વયમાં સામૂહિક ભૂલો, જાતિ અને તસવીરમાં મેળ ન થવો તેમજ કેપ્ચર કરેલા ડેટાને લગતી સમસ્યાઓનો (દા.ત. ટ્રાન્સલિટરેશન ક્ષતિઓ) સમાવેશ થાય છે.
બાયોમેટ્રિક ડિ-ડુપ્લિકેશન: એકવાર પેકેટ તમામ માન્યતાઓને પસાર કરી દે એટલે તેને બાયોમેટ્રિક ડિ-ડુપ્લિકેશન માટે બાયોમેટ્રિક્સ પેટા-પ્રણાલિમાં મોકલાય છે. ત્રણ ભિન્ન વિક્રેતા પાસેથી ઓટોમેટેડ બાયોમેટ્રિક ઓળખ પ્રણાલિ (એબીઆઈએસ)નો ઉપયોગ કરાય છે જેથી સચોટતા અને કામગીરીના સર્વોચ્ચ સ્તરને સુનિશ્ચિત કરી શકાય. વિક્રેતાઓને તેમની સચોટતા અને કામગીરી માટે ઈન્સેન્ટિવ અપાય છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે તેમની પ્રણાલિમાંની કામગીરીમાં સુધારો જાળવી શકે. આ વિક્રેતાઓને નિવાસીઓની ઓળખ છતી કર્યા વિના (સીઆઈડીઆરમાં સર્જિત) એક સંદર્ભ ક્રમાંકની સાથે નિવાસીનો અનામી બાયોમેટ્રિક્સ અપાય છે. એબીઆઈએસ પ્રણાલિ દ્વારા નિવાસીના બાયોમેટ્રિક્સની તમામ પ્રવર્તમાન બાયોમેટ્રિક્સ સાથે તેમની ગેલેરીમાં તુલના કરાય છે જેથી ડુપ્લિકેટ્સને ઓળખી શકાય, જો કોઈ હોય તોઃ
મેન્યુઅલ એડજ્યુડિકેશન: એબીઆઈએસ પ્રણાલિમાં ઓળખાયેલા તમામ ડુપ્લિકેટ્સને શિક્ષણ મોડ્યુલમાં મોકલાય છે. આ મોડ્યુલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ નિવાસીની નોંધણી એબીઆઈએસ પ્રણાલિમાં સંભવિત ખોટા મેળ થવાને લીધે નકારાય નહીં.
આધાર જારી કરાવો
નિવાસીની અતુલ્યતાના નિર્ધારણ બાદ આધાર ક્રમાંકની ફાળવણી કરાય છે. આ આધાર ક્રમાંક સાથે નિવાસીના જનસાંખ્યિક ડેટાને સાંકળાય છે જેથી તેનો ઓળખના પૂરાવા તરીકે ઉપયોગ થઈ શકે. આ માહિતીને પ્રમાણભૂતતા પ્રણાલિમાં પણ મોકલાય છે જેથી નિવાસીની પ્રમાણભૂતતાને સફળતાપૂર્વક પાર પાડી શકાય.
આધાર પત્રની ડિલિવરી
આધારનું સર્જન થયા બાદ તેના ડેટાની પ્રિન્ટર ભાગીદાર સાથે વહેંચણી કરાય છે. પ્રિન્ટર ભાગીદાર પત્રને પ્રિન્ટ કરવા (માહિતીના ટ્રેકિંગ સહિત) અને લોજિસ્ટિક ભાગીદારને તેની ડિલિવરી કરવા માટે જવાબદાર હોય છે. લોજિસ્ટિક ભાગીદાર (ભારતીય ટપાલ વિભાગ) ત્યારબાદ નિવાસીફિઝિકલ પત્રની ડિલિવરી માટે જવાબદાર રહે છે..