આધાર ઓથેન્ટિકેશન
આધાર ઓથેન્ટિકેશન એટલે શું?
આધાર ઓથેન્ટિકેશન એટલે એવી પ્રક્રિયા જેના દ્વારા આધાર સંખ્યા ધારકની બાયોમેટ્રિક માહિતી અથવા જનસાંખ્યિક વિગત સાથે આધાર ક્રમાંકને તેની ખરાઈ માટે સેન્ટ્રલ આઈડેન્ટિટિસ ડેટા રિપોઝિટરી (સીઆઈડીઆર)માં જમા કરાવાય છે જેથી તેની ખરાઈ શકે અને આવી જવાબદારીથી યોગ્યતા, લીકેજથી રક્ષણની ખાતરી થાય છે.
વિહંગાવલોકન
ઓથેન્ટિકેશન અથવા આધાર નંબર તેની જાતે આધાર નંબરધારકના નાગરિકત્વનો પૂરાવો નથી આપતું.
સંખ્યાબંધ વિનંતીકર્તા એકમો (અથવા સર્વિસ પ્રોવાઈડર્સ)ને તેમની ઓળખના પૂરાવા રજૂ કરવા લોકોની જરૂર પડે છે જે ગ્રાહક સેવા, સબસિડી અથવા લાભો પૂરા પાડે છે. તેવા ઓળખપત્રો એકત્ર કરતી વેળાએ આ સર્વિસ પ્રોવાઈડર્સે લોકો દ્વારા રજૂ કરાયેલા માહિતી દસ્તાવેજો અથવા ઓળખના પૂરાવાની ખરાઈ કરવામાં પડકારોનો સામનો કરે છે.
આધાર ઓથેન્ટિકેશન પાછળનો હેતુ એક ડિજિટલ, ઓનલાઈન મંચ પૂરો પાડવાનો છે જેથી આધાર નંબર ધારકોની ઓળખને કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે માન્ય કરી શકાય છે.
યુઆઈડીએઆઈ દ્વારા આધાર-આધારિત ઓથેન્ટિકેશનને વિનંતીકર્તા એકમો (સરકારી/જાહેર અને ખાનગી એજન્સીઓ/એકમો)માં પ્રાપ્ત કરી શકે છે. યુઆઈડીએઆઈની આ સેવાઓનો ઉપયોગ વિનંતીકર્તા એકમો દ્વારા તેમના ગ્રાહકો/કર્મચારીઓ/અન્ય એસોસિયેટ્સની ઓળખની ખરાઈ કરવા માટે ઉપયોગ કરાઈ શકે છે (જેના આધારે તેમની પોતાની અંગળ ઓળખ માહિતીની મેળવણી થાય) અને પછી જ તેમને ગ્રાહક સેવા/સબસિટી/લાભો/બિઝનેસ કામગીરી/પ્રિમાઈસીસ સુધી પહોંચ પૂરી પાડી શકાય.
ઓથેન્ટિકેશનના માધ્યમો.-
- ઓથેન્ટિકેશન વિનંતીનું સંચાલન ઓથોરિટી દ્વારા કરી શકાય જો ઓથોરિટીના માપદંડોની પુષ્ટિ અને આ નિયમનોના અનુપાલનમાં વિનંતીકર્તા એકમ દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે વિનંતી મોકલાઈ હોય.
- ઓથેન્ટિકેશન નીચેના માધ્યમે કરી શકાય.
-
- જનસાંખ્યિક ઓથેન્ટિકેશનઃ આધાર ક્રમાંક અને આધાર નંબર ધારક પાસેથી મેળેલી ધારકની જનસાંખ્યિક માહિતી અને આધાર નંબરની આધાર નંબર ધારકની જનસાંખ્યિક અથવા સીઆઈડીઆર માહિતી સાથે તુલના કરાય છે.
- વન-ટાઈમ પાસવર્ડ ઓથેન્ટિકેશનઃ મર્યાદિત માન્યતા સાથેનો વન ટાઈમ પાસવર્ડ (ટીપી) ઓથોરિટી સમક્ષ નોંધાયેલા આધાર નંબર ધારકના મોબાઈલ નંબર અને/અથવા ઈમેઈલ એડ્રેસ પર મોકલાય છે અને તેની ઓથોરિટી દ્વારા જનરેટ કરાયેલા ઓટીપી સાથે મેળવણી કરાય છે.
- બાયોમેટ્રિક-આધારિત ઓથેન્ટિકેશનઃ આધાર નંબર ધારકે રજૂ કરેલા આધાર નંબર અને જનસાંખ્યિક માહિતીની સીઆઈડીઆરમાં સંગ્રહિત આધાર નંબર ધારકની બાયોમેટ્રિક માહિતી સાથે તુલના કરાય છે. આ હોઈ શકે છે ફિંગરપ્રિન્ટ-આધારિત અથવા આઈરિસ-આધારિત પ્રમાણભૂતતા અથવા અન્ય બાયોમેટ્રિક શરતો આધારતિ કે જેનો આધાર સીઆઈડીઆરમાં સંગ્રહિત બાયોમેટ્રિક માહિતી પર છે.
- બહુધા-પરિબળ ઓથેન્ટિકેશનઃ બે અથવા ઉપરનામાંથી વધુ માધ્યમોનો ઓથેન્ટિકેશન માટે ઉપયોગ કરાઈ શકે.
- વિનંતીકર્તા એકમ દ્વારા પોતાની જરૂરિયાત મુજબ બિઝનેસ કામગીરી અથવા ચોક્કસ સેવા માટે પેટા-નિયમન (2)માં ઉલ્લેખિત પેટા-નિયમનમાં નિર્ધારિત માધ્યમોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરાઈ શકે છે જેમાં સુરક્ષા વધારવા બહુધા ઓથેન્ટિકેશન પરિબળનો સમાવેશ થાય છે. શંકા દૂર કરવા સ્પષ્ટતા કરાઈ છે કે ઈ-કેવાયસી ઓથેન્ટિકેશન ફક્ત ઓટીપી અને/અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને જ હાથ ધરાઈ શકે છે.
ઓથેન્ટિકેશન માટે આધાર નંબર ધારકની સંમતિ લેવી
કેન્દ્ર/રાજ્ય સરકાર સબસિડી, લાભ અથવા જરૂરી સેવા મેળવ્યાની શરતત તરીકે જે-તે વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવા આવી વ્યક્તિને ઓથેન્ટિકેશનમાંથી પસાર થવા અથવા આધારા નંબરના કબજાનું પ્રમાણ રજૂ કરવા અથવા જે-તે વ્યક્તિ કે જેમને કોઈ આધાર નંબર ફાળવાયો ન હોય તેમના માટે આધારની નોંધણીની અરજી કરાઈ શકે છે.
કોઈ આધાર નંબર કોઈ વ્યક્તિને અપાયો ન હોય તો જે-તે વ્યક્તિને સબસિડી, લાભ કે સેવાની ડિલિવરી માટે ઓળખના સ્થિર માધ્યમે વૈકલ્પિક ઉપાય પૂરો પડાઈ શકે છે.
આધાર ધારા મુજબ, તમામ વિનંતીકર્તા એજન્સીઓ અથવા સર્વિસ પ્રોવાઈડરે આટલું કરવું પડે
- ધારામાં જોગવાઈ ન હોય તે સિવાય, કોઈ પણ વ્યક્તિની ઓળખને ઓથેન્ટિકેશન માટે એ રીતે એકત્રિત કરવું કે જેના માટે યુઆઈડીએઆઈ નીતિ અને નિયમનો મંજૂરી આપતા હોય.
- એ સુનિશ્ચિત કરવું કે કોઈ વ્યક્તિની ઓળખ માહિતીનો ફક્ત સીઆઈડીઆરને ઓથેન્ટિકેશનના સબમિશન માટે જ ઉપયોગ કરાય.
આ આધાર ધારામાં સામેલ એવી કોઈ પણ બાબત કાયદેસર રીતે કાયદાના અમલ હેઠળ કોઈ પણ હેતુ સર ઓળખને પ્રસ્થાપિત કરવા આધાર નંબરના ઉપયોગને અટકાવી શકતી નથી.
આધાર નંબરનો ઉપયોગ પ્રક્રિયા અને ધારાના પ્રકરણ 6ની કલમ 8 હેઠળ પ્રક્રિયાઓ અને ફરજોને આધિન હોય.
ઓથેન્ટિકેશન સેવાઓ
યુઆઈડીએઆઈ તેના બે ડેટા સેન્ટર, હબલ ડેટા સેન્ટર (એચડીસી) અને માનેસર ડેટા સેન્ટર (એમડીસી) દ્વારા ઓનલાઈન અને રિયલટાઈમ રીતે ઓથેન્ટિકેશન સેવા પૂરી પાડે છે જ્યાં ઓથેન્ટિકેશન માટે ઓનલાઈન સેવાઓ જેવીકે ઈ-કેવાયસીને સક્રિય માધ્યમ દ્વારા તૈનાત કરીને સેવાની ઊંચી ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરી શકાય છ.
યુઆઈડીએઆઈની સેન્ટ્રલ આઈડેન્ટિટીઝ ડેટા રિપોઝિટરી (સીઆઈડીઆર) હાલ દૈનિક ધોરણે લાખો-કરોડો ઓથેન્ટિકેશનનું સંચાલન કરી શકે છે અને જરૂર વધે તેમ તેનું સ્કેલિંગ કરી શકાય છે. આધાર નંબર ધારકોને સેવા આપતા ઘણા આધાર નંબર ધારકોને આધારમાં ઘૂસી શકે તેવી માહિતી પૂરી પાડી શકે છે જેથી સર્વિસ ડિલિવરી વિશ્વમાં કોઈ પણ સમયે કોઈ પણ દેશના રિયલ-ટાઈમ, સ્કેલેબલ અને યોગ્ય રીતે આપી શકાય.