નોંધણી એજન્સીઓ
નોંધણી એજન્સીઓ એવા એકમો છે જેને રજિસ્ટ્રાર દ્વારા નિવાસીઓની નોંધણી માટે રાખવામાં આવે છે જ્યાં જનસાંખ્યિક અને બાયોમેટ્રિક ડેટાને યુઆઈડીએઆઈની પ્રક્રિયા અનુસાર એકત્રિત કરાય છે. નોંધણી એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવું પડે કે રજિસ્ટ્રાર દ્વારા જોડાવા માટે યુઆઈડીએઆઈની પેનલમાં તેનો સમાવેશ કરાતો રહે. રજિસ્ટ્રાર દ્વારા પેનલમાં ન હોય તેવી એજન્સીને સામેલ કરાશે તો તેઓ પેનલબદ્ધ એજન્સીઓના નિયમો અને શરતોને જ આધિન રહે.
- નોંધણી એજન્સી એક એવી એજન્સી છે જેને રજિસ્ટ્રાર દ્વારા કરારબદ્ધ કરીને રાખવામાં આવે છે જે સંસ્થાની પ્રોફાઈલની ખરાઈ, ટેકનિકલ અને નાણાકીય મૂલ્યાંકનને આધિન હોય છે.
- નોંધણી એજન્સીઓએ ફિલ્ડમાં નોંધણી સ્ટેશન માટે ઓપરેટર્સ અને સુપરવાઈઝર પૂરા પાડવાના રહે છે તેમજ નિવાસીઓની શ્રેષ્ઠતમ નોંધણી માટે જરૂરી સ્થિતિની રચના કરવી પડે છે.
- નોંધણી એજન્સીઓએ નોંધણીના કાર્યક્રમ વિશે યુઆઈડીએઆઈ અ નિવાસીઓ બંનેને આગોતરી જાણ કરવાની રહે છે.
- નોંધણી એજન્સીઓની પેનલ યુઆઈડીએઆઈ દ્વારા બનાવાશે અને તેમને આધારના સફળ સર્જન પર રજિસ્ટ્રાર દ્વારા ચૂકવણી કરાય છે
- નોંધણી એજન્સીઓએ નિવાસીઓની નોંધણી તેમજ નિવાસી ડેટાને અપડેટ કરવા અને સુધારવા માટે નોંધણી કેન્દ્ર સ્થાપવું પડે.
- નોંધણી હેતુ માટે ઈએ દ્વારા ફક્ત યુઆઈડીએઆઈ દ્વારા પૂરા પડાયેલા સોફ્ટવેરનો જ ઉપયોગ કરાવો જોઈએ. નોંધણી સોફ્ટવેર પાસે દરેક નોંધણી/અપડેટ સામે પેકેટની નોંધણીના ભાગરૂપે ઓડિટ ડેટાને કેપ્ચર કરવાની જોગવાઈ પણ હોવી જોઈએ જેથી નોંધણી ગ્રાહક, ઓપરેટર, સુપરવાઈઝર, નોંધણી એજન્સી, રજિસ્ટ્રા, તથા અન્ય કોઈ માહિતીને ટ્રેસ કરી શકાય.
- કમ્પ્યૂટર, પ્રિન્ટર, બાયોમેટ્રિક ઉપકરણ તથા અન્ય એસેસરીઝ યુઆઈડીએઆઈ દ્વારા સમયાંતરે નિર્ધારિત કરાયેલા માપદંડો અનુસારના હોવા જોઈએ.
- નોંધણી માટે ઉપયોગમાં લેવાયેલા બાયોમેટ્રિક ઉપકરણ યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસાર પ્રમાણિત કરેલા તેમજ સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત કરાયા મુજબના હોવા જોઈએ.
- નોંધણી ઓપરેટરે યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત પ્રક્રિયા અનુસાર સહાયક દસ્તાવેજોની ફિઝિકલ/ઈલેક્ટ્રોનિક નકલ એકત્રિત કરીને તેને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં તબદિલ કરવી પડે.
- નોંધણી એજન્સી ફિલ્ડ સ્તરે અમલ અને ઓડિટ માટે જવાબદાર રહેવી જોઈએ. નોંધણી એજન્સીએ તેના અથવા તેના વતી અન્ય કોઈ વ્યક્તિના કબજા હેઠળના સંકુલ સુધી સત્તાવાળાઓને વાજબી પહોંચ માટે અનુમતિ આપવી જોઈએ તેમજ કોઈ પણ પુસ્તક, રેકર્ડ, દસ્તાવેજ, નોંધણી એજન્સી કે તેના વતી કોઈ અન્ય વ્યક્તિના કબજા હેઠળના કમ્પ્યૂટર ડેટાની ચકાસણી માટે વાજબી સુવિધા પૂરી પાડવી જોઈએ તેમજ ઓડિટના હેતુસર સંલગ્ન હોય તેવા સત્તાવાળાના મતમુજબની અન્ય સામગ્રી કે દસ્તાવેજની નકલ પણ આપવી જોઈએ.
- નોંધણી એજન્સીએ તમામ સમયે નોંધણી એજન્સીની આચારસંહિતાનું અનુસરણ કરવું જોઈએ.
- નોંધણી એજન્સીએ વિવિધ પ્રક્રિયા, નીતિઓ અને માર્ગદર્શિકાઓ, ચેકલિસ્ટ, ફોર્મ, ટેમ્પલેટ કે જેને સમયાંતરે સત્તાવાળાઓ દ્વારા જારી કરાય તેનું અનુસરણ કરવું જોઈએ.
નોંધણી એજન્સીની પ્રવૃત્તિઓ
- નોંધણી કેન્દ્રની સ્થાપના માટે ચેકલિસ્ટ અનુસાર ઉપકરણો તથા અન્ય જરૂરિયાતોની પ્રાપ્તિ
- ઓપરેટર/સુપરવાઈઝર અને રજિસ્ટ્રારની નોંધણી કરીને તેમને યુઆઈડીએઆઈ ખાતે એક્ટિવેટ કરવા
- અધિકૃત ઈએ ઓપરેટર દ્વારા પ્રથમ ઓપરેટરની નોંધણી કરવી
- આ ઓપરેટર માટેના ડેટા પેકેટ તથા યુઝર મેનેજમેન્ટ શીટને સીઆઈડીઆરને મોકલવા
- આ ઓપરેટર માટે યુઆઈડી અને આગળ વધવાની મંજૂરી મેળવવી જેથી બીજાની નોંધણી શરૂ કરી શકાય.
- અન્ય ઓપરેટર/સુપરવાઈઝર અને ટેકનિકલ વહીવટદાર મેળવવા અને આમ હોય તો પ્રસ્તુતિકારને પણ મેળવવા જેની પ્રથમ ઓપરેટર દ્વારા નોંધણી કરાઈ હોય.
- સીઆઈડીઆરને તેમના ડેટા પેકેટ્સ અને યુઝર મેનેજમેન્ટ ફાઈલ મોકલી આપો
- યુઆઈડી પ્રાપ્ત કરો
- TCA દ્વારા સર્ટિફિકેશન પરીક્ષા માટે તેમની નોંધણી કરો
- સીઆઈડીઆરમાં નોંધાયેલા અને પ્રમાણિત વ્યક્તિઓ આગળ વધીને અન્ય પ્રસ્તુતિકાર, નિવાસીઓની નોંધણી કરી શકે છે
- સ્ટેશન નોંધણી
- ઈએ ઓથ યુઝર અને કોડને ઈએ ટેકનિકલ એડમિનના ઈમેઈલ આઈડી પર મેળવવા
- રજિસ્ટ્રાર કોડ, ઈએ કોડને યુઆઈડીએઆઈમાંથી પ્રાપ્ત કરવા
- લેટેસ્ટ આધાર સોફ્ટવેર મેળવવું અને ઈન્સ્ટોલ કરવું, નોંધવું અને ગ્રાહકના લેપટોપ્સને કન્ફિગર કરવા
- વપરાશકાર સેટઅપ્સ પૂર્ણ કરવા અને કેવાયઆર અને કેવાયઆર+ માટે ટેસ્ટ રિલિઝ કરવી
- નોંધણી-પૂર્વેના ડેટાનું લોડિંગ અને પરીક્ષણ