સંગ્રહિત આધાર લોગો

સ્પર્ધા

ફેબ્રુઆરી ર૦૧૦માં યુઆઈડીએઆઈ દ્વારા આધાર માટે રાષ્ટ્રવ્યાપી લોગો સ્પર્ધા લોંચ કરાઈ હતી,જેના પછીના સપ્તાહોમાં દેશભરમાંથી ૨૦૦૦ કરતાં વધુ સ્પર્ધકોની એન્ટ્રી મળીહતી .

લોગો વિજેતા નક્કી કરવા માટેના માપદંડ:

  • લોગોયુઆઈડીએઆઈના હેતુ અને લક્ષ્યાંકની ઝલક દર્શાવતો હોવો જોઇએ
  • લોગો દ્વારા સંવાદિત થવું જોઇએ કે આધાર દેશભરની વ્યક્તિઓ માટે એક પરિવર્તનની તક છે અને જેના થકી ગરીબોને સમાન રીતેસેવા અને સંસાધન ઉપલબ્ધ થશે
  • લોગો દેશભરમાં સહેલાઇથી સમજાય અને સંવાદિતતા સાધે તેવો હોવો જોઇએ

લોગોની સ્પર્ધા માટે મળેલી ઘણીખરી ડિઝાઇન નવીન અને ખૂબ ઊંચી ગુણવત્તાવાળી હતી. રજૂ કરેલી ડિઝાઇનોનું મૂલ્યાંનકન જાગૃતિ અને સંદેશાવ્યવહાર વ્યૂહ પરામર્શ સમિતિએ (ACSAC)કર્યું હતું, જે ખ્યાતનામ સંદેશા વ્યવવહાર નિષ્ણાતોનું બનેલું યુઆઈડીએઆઈ માટેનું સલાહકાર જૂથ છે.

નિર્ધારિત માપદંડોના આધારે પરિષદે આખરી યાદી બનાવી.“અમને આખરી યાદી પસંદ કરવામાં અને પ્રાસંગિક વિજેતા અંગે નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી પડી,” એમ જણાવતા પરિષદના સભ્ય શ્રી કિરણ ખાલપે ઉમેર્યું હતું કે, “પસંદગી માટેનાં ધોરણમાં સંમત થતાં, તેનાથી વસ્તુંલક્ષીતા અને પૂર્વગ્રહમાં ઘટાડો થયો.“ શ્રીમાન, કિરણ ખલપ (પરિષદના સભ્ય) એઆભાર વ્યક્ત કરતાં કહ્યું,

આખરીપસંદગી પામેલ વ્યક્તિઓમાં:

  • માઇકલ ફોલી
  • સેફ્રોનબ્રાન્ડ કન્સલ્ટન્ટ્સ
  • સુધીર જહોન હોરો
  • જયંત જૈન અને મહેન્દ્રકકુમાર
  • અતુલ એસ. પાંડે

નીચે દર્શાવેલી વિજેતા ડિઝાઇન પુણેના શ્રી અતુલ એસ. પાંડે એ રજૂ કરી હતી.

winning
winning2

શ્રી પાંડેએજણાવ્યુંહતું કે,“યુઆઈડીએઆઈ પ્રોજેકટમાં યોગદાનઆપવાની મળેલ તકનેહું મને મળેલ મહાન વિશેષાધિકાર સમજું છું. હું માનું છું કે આ સ્પાર્ધાયુઆઈડીએઆઈના બધા માટે સમાન તકના વચનને સાર્થક બનાવે છે, કારણ કે તેણે આપણને બધાંને સાચા અર્થમાં પારદર્શકપ્રોજેકટનીડિઝાઇન કરવાની અને તેનો ભાગ બનવાની તક પુરી પાડી છે."

લોગો લોન્ચ

lounch1
lounch2
lounch3

ર૬મી એપ્રિલ ર૦૧૦ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાંયોજાયેલયુઆઈડીએઆઈ ઇકોસિસ્ટમ પ્રસંગે આધાર લોગોનુંઅનાવરણકરવામાં આવ્યું હતું.લોગો સ્પર્ધાના વિજેતા શ્રી અતુલ એસ. પાંડેને રૂ. ૧,૦૦,૦૦૦નું ઇનામ આપવામાં આવ્યુહતું. સ્પર્ધાનાઅન્યચાર ફાઈનલિસ્ટને પ્રત્યેક રૂ. ૧૦,૦૦૦નો પુરસ્કારઅપાયો હતો.