આધારનો મતલબ ઘણી ભારતીય ભાષાઓમાં "પાયો" થાય છે, જે શબ્દ યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાતા અનોખા ઓળખ ક્રમાંક માટે ઉપયોગમાં લેવાય છે

તેને વ્યક્તિગત બાયોમેટ્રિક્સ સાથે લિંક કરાયો હોવાથી કોઈ નિવાસીનો ડુપ્લિકેટ નંબર ન હોઈ શકે, માટે લાભાર્થી યોજનામાં થતા લીકેજ અને બોગસ ઓળખને તેનાથી ઓળખી શકાશે.

આધાર-આધારિત ઓળખ થકી ડુપ્લિકેટ અને બનાવટીને નાબૂદ કરવાથી સરકારને તે લાભોને અન્ય લાયક નિવાસીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.