એક આધાર: આધાર અનોખો નંબર છે, અને કોઈ નિવાસી પાસે ડુપ્લિકેટ નંબર ન હોઈ શકે કારણ કે તેને તેમના વ્યક્તિગત બાયોમેટ્રિક્સ સાથે જોડાયો છે, માટે કોઈ નિવાસીનો ડુપ્લિકેટ નંબર ન હોઈ શકે, માટે લાભાર્થી યોજનામાં થતા લીકેજ અને બોગસ ઓળખને તેનાથી ઓળખી શકાશે. આધાર-આધારિત ઓળખ થકી ડુપ્લિકેટ અને બનાવટીને નાબૂદ કરવાથી સરકારને તે લાભોને અન્ય લાયક નિવાસીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
પોર્ટેબિલિટી: આધાર એક યુનિવર્સલ નંબર છે, અને એજન્સીઓ તથા સેવાઓ લાભાર્થીની ઓળખની પુષ્ટિ માટે દેશમાં કોઈ પણ સ્થળેથી સેન્ટ્રલ યુનિક આઈડેન્ટિફિકેશન ડેટાબેઝનો સંપર્ક કરી શકે છે.
કોઈ પ્રવર્તમાન ઓળખ દસ્તાવેજો વિનાના લોકોને ઓળખવા: ગરીબો અને સીમાંત લોકોને લાભો પહોંચાડવામાં એક સમસ્યા તેમની પાસે ઓળખના દસ્તાવેજોની અનુપલબ્ધિ હોય છે જેથી તેઓ સરકારી લાભો મેળવી શકે, યુઆઈડીએઆઈ માટે ડેટાની ખરાઈ માટે "ઓળખ આપનાર"ની પ્રણાલિ લાગુ કરાતા આવા નિવાસીઓ ઓળખ સ્થાપિત કરી શકશે.
લાભની ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર: યુઆઈડી-ચલિત બેંક-ખાતાનું નેટવર્ક એક સુરક્ષિત અને ઓછા ખર્ચનો મંચ પૂરો પાડે છે જેથી લાભોને સીધા નિવાસીઓ સુધી કોઈ વધુ ખર્ચ કર્યા વિના પહોંચાડી શકાય અને તેના પગલે હાલની પ્રણાલિમાં રહેલા લીકેજને પણ દૂર કરી શકાશે.
આધાર-આધારિત પ્રમાણભૂતતા દ્વારા લાભાર્થીઓને તેના લાભોની આપૂર્તિ: યુઆઈડીએઆઈ દ્વારા નિવાસીની ઓળખને પ્રસ્થાપિત કરવા ઈચ્છતી એજન્સીઓ માટે ઓનલાઈન ઓથેન્ટિકેશન સર્વિસ ઓફર કરાય છે. વધેલી પારદર્શિતા દ્વારા સુધરેલી સેવાઃ સ્પષ્ટ જવાબદેહિતા અને પારદર્શી નિરીક્ષણ થકી લાભાર્થીઓ અને એજન્સીઓ બંનેમાં હકપાત્રતાની પહોંચ અને ગુણવત્તામાં સુધારો થશે.
સેલ્ફ- સર્વિસથી નિવાસી નિયંત્રણમાં રહે છે: : આધારનો ઓળખની પ્રણાલિ તરીકે ઉપયોગ કરવાથી નિવાસી તેમની હકપાત્રતા, માગની સેવાઓને લગતી અપ-ટુ-ડેટ માહિતી સુધી સીધી પહોંચ મેળવી શકે છે અને તેમના મોબાઈલ ફોન, કિઓસ્ક તથા અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને તેમની તકરારોનું નિવારણ કરાવી શકે છે. નિવાસીના મોબાઈલ પર સેલ્ફ સર્વિસને કારણે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને સુરક્ષાને નિશ્ચિત કરી શકાય છે (એટલે કે નિવાસીના નોંધાયેલા મોબાઈલ નંબરનું પઝેશન પૂરવાર કરવાની સાથે નિવાસીના આધાર પિનનું જ્ઞાન). આ માપદંડો મોબાઈલ બેન્કિંગ અને પેમેન્ટ માટે ભારતીય રિઝર્વ બેંકના મંજૂર કરાયેલા માપદંડોને અનુરૂપ છે.