જરૂરી જનસાંખ્યિક માહિતી:
નામ
જન્મની તારીખ
જાતિ
સરનામું
માતાપિતા/ વાલીની વિગતો (બાળકો માટે જરૂરી, પુખ્તો પણ આપી શકે)
ફોન અને ઈમેઈલની સંપર્ક વિગતો (વૈકલ્પિક)
જરૂરી બાયોમેટ્રિક વિગતો:
ફોટો
10 આંગળાની છાપ
આઈરિસ
યુઆઈડીએઆઈ દ્વારા જનસાંખ્યિક ડેટાના માપદંડો અને વેરિફિકેશન પ્રક્રિયા સમિતિ સ્થપાઈ છે જેના ચેરમેન શ્રી એન વિટ્ટલ છે જે યુઆઈડીએઆઈ દ્વારા એકત્રિત કરાનારા ડેટાના ખાના તથા ત્યારપછીની વેરિફિકેશન પ્રક્રિયાની વ્યાખ્યા કરે છે. ડેટા સ્ટાન્ડર્ડ કમિટિએ 9 ડિસેમ્બર, 2009ના રોજ તેનો અહેવાલ સુપરત કરી દીધો હતો. આ સંપૂર્ણ અહેવાલ documents/UID_DDSVP_Committee_Report_v1.0.pdf. ખાતે ઉપલબ્ધ છે. યુઆઈડીએઆઈ દ્વારા નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના મહાનિર્દેશક ડૉ. બી કે ગૈરોલાની ચેરમેનશીપ હેઠળ બાયોમેટ્રિક્સ સ્ટાન્ડર્ડ કમિટિ પણ સ્થાપી છે જે કેપ્ચર કરવા જરૂરી બાયોમેટ્રિક ડેટાના માપદંડ અને પ્રકારની વ્યાખ્યા કરે છે. બાયોમેટ્રિક્સ સ્ટાન્ડર્ડ કમિટિનો અહેવાલ 7 જાન્યુઆરી, 2010ના રોજ સુપરત કરાયો હતો અને તે
/documents/Biometrics_Standards_Committee_report.pdf પર ઉપલબ્ધ છે.