ડીડીએસવીપી કમિટિના અહેવાલ મુજબ, આધાર ડેટાબેઝમાં એક ફ્લેગ જળવાય છે જે દર્શાવે છે કે જન્મની તારીખની (ડીઓબી) ખરાઈ થઈ છે, જાહેર કરાયેલ છે કે આશરે છે. ચોક્કસ ડીઓબી જાણીતી ન હોય તો નિવાસીને ફક્ત વય સૂચવવા કહેવાય છે. નોંધણી સોફ્ટવેરમાં વયને કેપ્ચર કરીને તમારા જન્મના વર્ષની ગણતરી કરવાની જોગવાઈ છે.