તમે તમારા પાનને નીચેની પ્રક્રિયા દ્વારા આધાર સાથે જોડી શકો છો:

a) ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો - https://incometaxindiaefiling.gov.in/

b)તેની પર નોંધણી કરાવો (જો કરાવી ન હોય). તમારો પાન (પરમેનેન્ટ એકાઉન્ટ નંબર) તમારું યુઝર આઈડી રહેશે.

c) યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મની તારીખ એન્ટર કરીને લોગિન કરો.

d) એક પોપઅપ વિન્ડો દેખાશે, જે તમને તમારા પાનને આધાર સાથે લિંક કરવા કહેશે. જો તેમ ન થાય તો મેનુમાં ‘પ્રોફાઈલ સેટિંગ્સ’માં જાવ અને ‘લિંક આધાર’ પર ક્લિક કરો.

e) નામ, જન્મની તારીખ અને જાતિ જેવી વિગતો પાન વિગતો અનુસાર ઉલ્લેખિત કરાયેલી જ રહેશે.

f) તમારા આધારમાં ઉલ્લેખ કરાયા મુજબ સ્ક્રીન પરની પાનની વિગતોની ખરાઈ કરો. કૃપા કરીને નોંધ લેશો કે વિગતો ભિન્ન હોય, તો તમારે તેમાંના એક દસ્તાવેજમાં તેને સુધારવાની રહેશે.

g) વિગતો મેળ ખાતી હોય તો તમારો આધાર નંબર એન્ટર કરો અને “લિંક નાઉ” બટન પર ક્લિક કરો.

h) એક પોપ-અપ મેસેજ તમને જાણ કરશે કે તમારા આધારને તમારા પાન સાથે સફળતાપૂર્વક લિંક કરી દેવાયો છે

i) તમારા પાનને આધાર સાથે લિંક કરવા તમે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.