યુઆઈડીએઆઈ દ્વારા આધાર નોંધણી, સુધારા તથા અન્ય સેવાઓ સંબંધિત તકરારોના નિવારણ માટે સંપર્ક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. નોંધણી કેન્દ્ર ખાતે નોંધણી ઓપરેટર નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિવાસીને પ્રિન્ટેડ એકનોલેજમેન્ટ સ્લિપ આપે છે જેમાં ઈઆઈડી (નોંધણી નંબર) છે. ઈઆઈડીનો ઉપયોગ કરીને નિવાસી યુઆઈડીએઆઈ સંપર્ક કેન્દ્ર જઈને યુઆઈડીએઆઈનો નીચેના માધ્યમે સંપર્ક કરી શકે છે.
  • સંપર્ક કેન્દ્ર વિગત
    • ધ્વનિ – 1947
    • ઈમેઈલ - This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
  • નિવાસી પોર્ટલFile a Complaint

ઉપરોક્ત ઉપરાંત તકરારોને નીચેની ચેનલોનો ઉપયોગ કરીને નોંધાવી શકાય છે:

  • ટપાલથી: તકરારોને યુઆઈડીએઆઈ એચક્યૂ અને આરઓમાં લોગ કરીને ટપાલથી/ હાર્ડકોપી દ્વારા મોકલી શકાય છે. તકરારોની ચકાસણી કરીને ત્યારપછી મદદનીશ મહાનિર્દેશકની મંજૂરી બાદ તેને એચક્યૂમાં સંલગ્ન પ્રાદેશિક કચેરી/ સંલગ્ન વિભાગને મોકલવામાં આવશે કે જેઓ યુઆઈડીએઆઈ ખાતે જાહેર તકરાર નિવારણ અધિકારી છે. સંલગ્ન પ્રાદેશિક કચેરી/ સંલગ્ન વિભાગ દ્વારા તકરાર સેલ, યુઆઈડીએઆઈ, એચક્યૂને જાણ કરીને સીધેસીધો ફરિયાદીને જવાબ મોકલીને તકરારનો નિકાલ કરાય છે. જરૂર પડ્યે વચગાળાનો જવાબ સંલગ્ન પ્રાદેશિક કચેરી/ એચક્યૂ ખાતેના સંલગ્ન વિભાગ દ્વારા મોકલાય છે.
  • ભારત સરકારના જાહેર તકરાર નિવારણ પોર્ટલ દ્વારા:: તકરારોને પીજી પોર્ટલ pgportal.gov.in દ્વારા નોંધાવી શકાય છે

    તકરારોની ચકાસણી કરીને તેને મદદનીશ મહાનિર્દેશકની મંજૂરી બાદ એચક્યૂ ખાતે સંલગ્ન કચેરી/ સંલગ્ન વિભાગમાં સુપરત કરાશે, કે જેઓ યુઆઈડીએઆઈ ખાતે જાહેર તકરાર અધિકારી છે. સંલગ્ન પ્રાદેશિક કચેરી/ સંલગ્ન વિભાગ દ્વારા તકરારનો ઓનલાઈન નિકાલ કરાય છે. જરૂર પડ્યે વચગાળાના પ્રત્યુત્તર સંલગ્ન પ્રાદેશિક કચેરી/ એચક્યૂના સંલગ્ન વિભાગ દ્વારા અપાય છે.