વ્યક્તિગત તેમજ તેમની માહિતીની સુરક્ષા એ યુઆઈડી પ્રોજેક્ટની ડિઝાઈનમાં વારસામાં મળી છે. અડસટ્ટે નંબરની ફાળવણી થવાથી નીચે દર્શાવેલી અન્ય કોઈ લાક્ષણિકતાઓ સંબંધે કોઈ વ્યક્તિની કોઈ માહિતી અપાતી નથી, અને આ હેતુસર જ યુઆઈડી દ્વારા જે-તે નિવાસીના હિતોને સંપૂર્ણપણે જાળવે છે.
  • મર્યાદિત માહિતીનું એકત્રીકરણ
    યુઆઈડીએઆઈ ફક્ત પાયાગત ડેટા માહિતી મેળવે છે- નામ, જન્મની તારીખ, જાતિ, સરનામું, માતાપિતા/ વાલીનો (બાળકો માટે જ નામ જરૂરી અન્યથા નહીં) ફોટો, 10 આંગળાની છાપ અને આઈરિસ સ્કેન.
  • કોઈ પ્રોફાઈલિંગ અને ટ્રેકિંગ માહિતી એકત્ર કરાતી નથી
    યુઆઈડીએઆઈની નીતિ હેઠળ ધર્મ, જાતિ, સમુદાય, વંશીયપણા, આવક અને આરોગ્ય જેવી સંવેદનશીલ અંગત માહિતી એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આમ કોઈ પણ વ્યક્તિની પ્રોફાઈલ યુઆઈડી સિસ્ટમ હેઠળ તૈયાર કરવી શક્ય નથી.
  • માહિતીને જારી કરવી- ફક્ત હા કે ના દ્વારા જવાબ
    યુઆઈડીએઆઈ આધાર ડેટાબેઝમાં અંગત માહિતી જાહેર કરતું નથી- તેમાં ફક્ત હા કે ના દ્વારા જવાબ આપીને ઓળખ પ્રસ્થાપિત કરાય છે.
  • મેળવણી અને અન્ય ડેટાબેઝ સાથે યુઆઈડીએઆઈ માહિતીનું લિન્કિંગ
    યુઆઈડી ડેટાબેઝ અન્ય કોઈ ડેટાબેઝ સાથે લિંક થયો નથી અથવા અન્ય ડેટાબેઝમાં તેની કોઈ માહિતી નથી. તેનો એકમાત્ર હેતુ કોઈ સેવાની પ્રાપ્તિના સમયે જે-તે વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે, અને તે પણ આધાર ધારકની સંમતિ સાથે. યુઆઈડી ડેટાબેઝનું બંને ભૌતિક અને ઈલેક્ટ્રોનિક માધ્યમે ઉચ્ચ મંજૂરી ધરાવનારી ચુનંદા વ્યક્તિઓ દ્વારા રક્ષણ કરાશે.
    યુઆઈડી સ્ટાફના ઘણા સભ્યોની પણ ત્યાં સુધી પહોંચ નહીં હોય અને શ્રેષ્ઠ એન્ક્રિપ્શન સાથે તેને અત્યંત સુરક્ષિત વોલ્ટમાં સુરક્ષિત રખાશે. તમામ પહોંચની વિગતોને યોગ્ય રીતે લોગ કરાશે.