યુઆઈડીએઆઈ એકત્ર કરાયેલા ડેટાની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા ફરજબદ્ધ છે. આ ડેટાને યુઆઈડીએઆઈ દ્વારા અપાયેલા સોફ્ટવેર પર એકત્રિત કરીને એન્ક્રિપ્ટ કરાશે જેથી પરિવહન દરમિયાન લીક ન થાય. માહિતી તાલીમબદ્ધ અને પ્રમાણિત નોંધણીકર્તા દ્વારા એકત્રિત કરાય છે, જેમની એકત્રિત કરાતા ડેટા સુધી કોઈ પહોંચ હોતી નથી. યુઆઈડીએઆઈ એક સર્વગ્રાહી સુરક્ષા નીતિ ધરાવે છે જેથી તેના ડેટાની સુરક્ષા અને અખંડતા જાળવી શકાય. તે આના વિશે વધુ વિગતો પ્રકાશિત કરશે, જેમાં માહિતી સુરક્ષા પ્લાન અને સીઆઈડીઆર માટેની નીતિઓ તેમજ યુઆઈડીએઆઈ અને તેની કોન્ટ્રાક્ટેડ એજન્સીઓ દ્વારા કાયદાના અનુસરણના ઓડિટિંગ માટેની પ્રણાલિનો પણ સમાવેશ થશે.
આ ઉપરાંત ચુસ્ત સુરક્ષા અને સંગ્રહના પ્રોટોકોલ્સ અમલમાં રહેશે. કોઈ પણ સુરક્ષા ભંગ માટે કઠોર દંડ લદાશે અને તેમાં ઓળખની માહિતી જાહેર કરવા પરના દંડનો પણ સમાવેશ કરાશે. હેકિંગ સહિત સીઆઈડીઆર સુધી અનધિકૃત પહોંચ માટે પણ દંડનીય પરિણામો ભોગવવાના રહેશે તેમજ સીઆઈડીઆરના ડેટા સાથે ચેડાંની પણ સજા થશે.