આ ખરડાની સંભવિત ફોજદારી સજા નીચે મુજબ છે:
  • ખોટી જનસાંખ્યિક કે બાયોમેટ્રિક માહિતી પૂરી પાડવી એ ગુનો છે- જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ.
  • આધાર નંબર ધારકની જનસાંખ્યિક અને બાયોમેટ્રિક વિગતને બદલવાનો પ્રયાસ કરવો અથવા બદલીને આધાર ક્રમાંક ધારકની ઓળખ સાથે ચેડાં કરવા એ ગુનો બને છે - જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ.
  • કોઈ અધિકૃત એજન્સીનો સ્વાંગ રચીને કોઈ નિવાસીની ઓળખને લગતી માહિતી એકત્ર કરવી એ ગુનો બને છે- કોઈ વ્યક્તિ માટે 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ અને કંપની માટે રૂ. 1 લાખ.
  • નોંધણી અને પ્રમાણભૂતતા દરમિયાન એકત્ર કરાયેલી માહિતીને જાણીજોઈને કોઈ અનધિકૃત વ્યક્તિને ટ્રાન્સમીટ કરવી એ ગુનો છે- કોઈ વ્યક્તિ માટે 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ અને કંપની માટે રૂ. 1 લાખ.
  • સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝિટરી (સીઆઈડીઆર) સુધી અનધિકૃત પહોંચ અને હેકિંગ એ ગુનો છે- 3 વર્ષની કેદ અને રૂ. 1 કરોડનો દંડ.
  • સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝિટરીમાં ચેડાં કરવા એ ગુનો છે- જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ
  •  કોઈનો પોતાનો ન હોય તેવા બાયોમેટ્રિક્સને પૂરો પાડવો એ ગુનો છે- જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ.