આધારનો મતલબ થાય પાયો, અને આ કારણે તેનો આધાર સર્જન કરી શકાય તેવી ડિલિવરી પ્રણાલિ પર છે. આધારનો ઉપયોગ એવી કોઈ પણ પ્રણાલિમાં થઈ શકે જેમાં પ્રણાલિ દ્વારા ઓફર કરાતી સેવાઓ/ લાભોને કોઈ નિવાસી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા અને/ અથવા તેની ઓળખ સ્થાપિત કરવામાં આવતી હોય. આધારનો નીચેના કાર્યક્રમોની ડિલિવરી માટે ઉપયોગ કરી શકાય છે:
  • આહાર અને પોષણ – જાહેર વિતરણ વ્યવસ્થા, અન્ન સુરક્ષા, મધ્યાહ્ન ભોજન, અદ્યતન બાળ વિકાસ યોજના.
  • સશક્તિકરણ – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના, સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, ઈન્દિરા આવાસ યોજના, વડાપ્રધાન રોજગાર ગેરન્ટી કાર્યક્રમ
  • શિક્ષણ – સર્વ શિક્ષા અભિયાન, શિક્ષણાધિકાર
  • સામેલગીરી અને સામાજિક સુરક્ષા – જનની સુરક્ષા યોજના, મુખ્ય આદિવાસી જૂથ વિકાસ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
  • આરોગ્ય – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, જનશ્રી વીમા યોજના, આમ આદમી વીમા યોજના
  • સંપત્તિના વ્યવહારો, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ વગેરે સહિતના અન્ય પરચૂરણ ઉદ્દેશો