આધાર (નાણાંકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષ્યાંકિત ડિલિવરી) ધારા, 2016 અનુસાર, ફક્ત નિવાસી વ્યક્તિ જ આધાર મેળવવાને પાત્ર છે. આ ધારા મુજબ નિવાસીનો મતલબ થાય એવી વ્યક્તિ કે જે આધાર માટે નોંધણી કરાવ્યાની તારીખથી તુરત પહેલાના 12 મહિનામાં 182 દિવસ અથવા વધુ સમયગાળા સુધી સળંગ ભારતમાં નિવાસ કરી ચૂકી હોય.