પાન અને આધાર કાર્ડને લિંક કરવા કરદાતાએ પહેલા ઈન્કમટેક્સની ઈ-ફાઈલિંગ પોર્ટલમાં નોંધણી કરાવવી પડે. એકવાર તેઓ આમ કરે પછી નીચેના પગલાંને અનુસરવાનું રહે છેઃ

- ઈન્કમટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગિન આઈડી, પાસવર્ડ અને જન્મની તારીખ એન્ટર કરીને લોગિન કરો.

- સાઈટ પર લોગિન થયા બાદ એક પોપઅપ વિન્ડો દેખાશે, જે તમને તમારા પાનને આધાર સાથે લિંક કરવા કહેશે.

- ઈ-ફાઈલિંગ પોર્ટલમાં નોંધણી સમયે રજૂ કરાયેલી વિગતો અનુસાર જ નામ, જન્મની તારીખ અને જાતિ જેવી વિગતો પાન વિગતો અનુસાર ઉલ્લેખિત કરાયેલી જ રહેશે.

- તમારા આધારમાં ઉલ્લેખ કરાયા મુજબ સ્ક્રીન પરની પાનની વિગતોની ખરાઈ કરો.

- વિગતો મેળ ખાતી હોય તો તમારો આધાર નંબર એન્ટર કરો અને “લિંક નાઉ” બટન પર ક્લિક કરો.

- એક પોપ-અપ મેસેજ તમને જાણ કરશે કે તમારા આધારને તમારા પાન કાર્ડ સાથે સફળતાપૂર્વક લિંક કરી દેવાયો છે.