આવકવેરા ધારા, 1961ની કલમ 139એએ તેમજ નાણાં ધારા, 2017માં કરાયેલા ઉલ્લેખ મુજબ 1લી જુલાઈ, 2017થી અમલી બને તે રીતે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા તેમજ પરમેનેન્ટ એકાઉન્ટ નંબરની ફાળવણી માટે આધાર/ આધાર નોંધણી ફોર્મનું નોંધણી આઈડી પ્રસ્તુત કરવું ફરજિયાત છે. એવી પણ સ્પષ્ટતા કરાઈ છે કે આધાર અથવા નોંધણી આઈડીને રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ ફક્ત એવી વ્યક્તિને જ લાગુ પડશે કે જે આધાર ક્રમાંક મેળવવાને પાત્ર છે. આધાર (નાણાંકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષ્યાંકિત ડિલિવરી) ધારા, 2016 અનુસાર, ફક્ત નિવાસી વ્યક્તિ જ આધાર મેળવવાને પાત્ર છે. આ ધારા મુજબ નિવાસીનો મતલબ થાય એવી વ્યક્તિ કે જે આધાર માટે નોંધણી કરાવ્યાની તારીખથી તુરત પહેલાના બાર મહિનામાં એકસો બ્યાંસી દિવસ અથવા વધુ સમયગાળા સુધી સળંગ ભારતમાં નિવાસ કરી ચૂકી હોય. આ મુજબ, આવક વેરા ધારાની કલમ 139એએ મુજબ આધારને રજૂ કરવાની જરૂરિયાત એવી વ્યક્તિને લાગુ નથી પડતી કે જે આધાર ધારા, 2016 મુજબ નિવાસી ન હોય.

તદુપરાંત જુલાઈ 2017થી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ આધાર નંબરની વિગતો ફાઈલ કરવાનું એનઆરઆઈને લાગુ પડતું નથી.