એવી દૃષ્ટિ રાખવામાં આવી છે કે પેન્શન, શિષ્યવૃત્તિ, મનરેગા, ભથ્થાં વગેરે જેવા સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ આધાર સંકલિત બેંક ખાતા દ્વારા કરાશે. અમે સક્રિય રીતે રાજ્યો/ કેન્દ્રીય મંત્રાલયો સાથે કામ કરી રહ્યા છીએ જેથી તમામ સામાજિક સુરક્ષાના લાભોના વિતરણ માટે ખાતાઓને લાગુ ગકરી શકાય. દરેક વ્યક્તિ પોતાના આધાર સંકલિત બેંક ખાતા સુધી ઓછા ખર્ચના ઈન્ટરઓપરેટેબલ માઈક્રો-એટીએમ નેટવર્ક દ્વારા પહોંચ મેળવી શકે જે બૃહદ ભૌગોલિક પહોંચ ધરાવી શકે. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા તાત્કાલિક પેમેન્ટ અને મોબાઈલ પેમેન્ટને પણ આવા ખાતા માટે ભવિષ્યમાં લાગુ કરી શકાશે.