દરેક નિવાસી પાસે આધાર માટે નોંધણી જ ન કરાવવાનો પ્રથમ વિકલ્પ છે. આધાર એ સેવા ડિલિવરીનું સાધન છે અને તેને અન્ય કોઈ હેતુસર બનાવાયો નથી. દરેક નિવાસી માટે આધાર અનોખો હોવાથી, તે નોન-ટ્રાન્સફરેબલ છે. જો કોઈ નિવાસી આધારનો ઉપયોગ કરવા ન ઈચ્છે, તો તે નિષ્ક્રિય રહી શકે છે, કારણ કે તેનો ઉપયોગ વ્યક્તિગત ઉપસ્થિતિ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન આધારિત છે. જો કે, હાલ આધાર ડેટાબેઝમાંથી બહાર નિકળવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ અહીં ફરી એ કહી શકાય કે નિવાસી સિવાય, તેના આધારનો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગ કરી શકાશે નહીં.