અન્ય સરકારી સેવાઓની પ્રાપ્તિમાં થાય છે તે રીતે કોઈ નિવાસી આધાર પ્રાપ્ત કરી લે તે પછી ડેટાબેઝમાંથી તેનો ડેટા સાફ કરવાની કોઈ જોગવાઈ નથી. ડેટાબેઝમાં પ્રવેશનાર દરેક નવા નિવાસીનું તમામ પ્રવર્તમાન નિવાસીઓના રેકર્ડ સાથે ડુપ્લિકેશન ન થાય તે માટે પણ આ ડેટા જરૂરી છે. ફક્ત આ પ્રક્રિયા પૂર્ણ થયે જ આધાર ફાળવાય છે.