મોટાભાગની યોજનાઓમાં બનાવટી અને ડુપ્લીકેટને ડેટાબેઝમાંથી દૂર કરવા લાભાર્થીઓને ઓળખવા આધાર નંબર મંગાય છે. એવી તીવ્ર ભલામણ કરાય છે કે તમે તેમને આધાર આપો જેથી તેમની અને તમારી ઓળખ થાય અને લાભ મળે. જો તમારી પાસે આધાર ન હોય, તો તમે હંમેશા તમારો નોંધણી આઈડી નં. (ઈઆઈડી) આપી શકો છો, અથવા નિર્ધારિત આઈડી દસ્તાવેજો સાથે આધાર માટે નોંધણી કરાવવા ડેટાબેઝ માલિકને સેવાની ડિલિવરીની વિનંતી સુપરત કરી શકો છો. આનાથી તમને લાભો મેળવવાનું ચાલુ રાખવા, સબસિડી અથવા સેવા વિના વિલંબે મેળવવાનું ચાલુ રાખવામાં મદદ મળશે.