“આધાર ઓથેન્ટિકેશન” એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કોઈ વ્યક્તિની આધાર ક્રમાંક અને જનસાંખ્યિક માહિતી (જેવી કે નામ, જન્મની તારીખ, જાતિ વગેરે) અથવા બાયોમેટ્રિક માહિતીને (ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ) યુઆઈડીએઆઈની સેન્ટ્રલ આઈડેન્ટિટીઝ ડેટા રિપોઝિટરીમાં (સીઆઈડીઆર) તેના વેરિફિકેશન માટે રજૂ કરી શકાય છે અને યુઆઈડીએઆઈ દ્વારા તેની ખરાઈ હોય કે ન હોય તેને પોતાની પાસે ઉપલબ્ધ માહિતીના આધારે ચકાસાય છે.