વિવિધ સરકારી યોજનાઓ અને ખાનગી સર્વિસ પ્રોવાઈડર્સ જેવા કે પીડીએસ, નરેગા, બેંકો અને ટેલિકોમ ઓપરેટર્સે તેમના લાભાર્થીઓ/ ગ્રાહકોના વેરિફિકેશન માટે આધાર ઓથેન્ટિકેશનને સ્વીકાર્યું છે. આ ઓથેન્ટિકેશન સામાન્ય રીતે લાભોની ડિલિવરી વેળાએ અથવા તો સેવાને સબસ્ક્રાઈબ કરતી વેળાએ કરાય છે.