"શું એમ-આધાર સેવાઓનો ઉપયોગ કરવા માટે મોબાઇલ નંબર રજીસ્ટર કરાવવો અનિવાર્ય છે?

 ના. ભારતમાં સ્માર્ટફોન ધરાવનાર કોઈપણ વ્યક્તિ mAadhaar એપ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિના નિવાસી માત્ર થોડી જ સેવાઓનો લાભ મેળવી શકશે જેમ કે આધાર રિપ્રિન્ટ ઓર્ડર, નોંધણી કેન્દ્ર શોધો, આધારની ચકાસણી કરો, QR કોડ સ્કેન કરો વગેરે. જો કે માય આધાર હેઠળ સૂચિબદ્ધ અન્ય તમામ આધાર સેવાઓ અને આધાર પ્રોફાઇલ સેવાઓ મેળવવા માટે નોંધાયેલ મોબાઇલ નંબર ફરજિયાત છે. નિવાસી કોઈપણ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી એપમાં તેમની પ્રોફાઇલ રજીસ્ટર કરી શકે છે. જો કે OTP ફક્ત તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર જ મોકલવામાં આવશે."